For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહુધા તાલુકા પંચાયતની કચેરીમાં પોપડા પડતા કર્મચારીઓ દોડીને બહાર નીકળી ગયા

05:04 PM Jun 23, 2025 IST | revoi editor
મહુધા તાલુકા પંચાયતની કચેરીમાં પોપડા પડતા કર્મચારીઓ દોડીને બહાર નીકળી ગયા
Advertisement
  • પંચાયતની કચેરીનું બહારથી રંગરોગાનવાળું બિલ્ડિંગ અંદરથી જર્જરિત,
  • ટેબલ- ખુરશીઓ પર છતના પોપડા પડતાં ભયના માહોલ,
  • યોગ્ય સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી ઉઠી

નડિયાદઃ મહુધા તાલુકા પંચાયતની બિલ્ડિંગમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે એકાએક બિલ્ડિંગની છતમાંથી પોપડા પડવા લાગતા કર્મચારીઓ દોડીને કચેરીની બહાર નીકળી ગયા હતા. તાલુકા પંચાયતનું બિલ્ડિંગ બહારથી રંગરોગાન કરેલું છે, પણ અંદરથી જર્જરિત હાલતમાં છે. કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે કોઈ દૂર્ઘટના સર્જાય તે પહેલા બિલ્ડિંગની મરામત કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

Advertisement

મહુધા તાલુકા પંચાયતના બિલ્ડિંગમાં આઈઆરડી વિભાગમાં ગત રોજ ચાલુ કામકાજ સમયે છત પરથી પોપડા પડયા હતા. સદનસીબે કર્મચારીઓ હાજર હોવા છતાં જાનહાનિ થઈ ન હતી. ટેબલ- ખુરશીઓ પર કાટમાળ પડતાં ભયના માહોલ વચ્ચે નાસભાગ મચી હતી. મહુધા તાલુકા પંચાયતની ઇમારતનું આંતરિક સ્ટ્રક્ચર અત્યંત નબળું થઈ ગયું છે. અંદરની દીવાલો અને છત પર તિરાડો અને પોપડા દેખાઈ રહ્યા છે.  બહારથી ભલે આ બિલ્ડીંગને રંગરોગાન કરીને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરાયો હોય, પરંતુ અંદરથી તે સંપૂર્ણપણે જર્જરિત થઈ ગઈ છે. મહુધા તાલુકા પંચાયતમાં ગતરોજ ચાલુ કામકાજ દરમિયાન છત પરથી પોપડા ખરી પડયા હતા. કર્મચારીઓ ત્યાં હાજર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આઈ.આર.ડી. વિભાગમાં સરકારી કર્મચારીઓ હાજર હતા, તે વખતે ટેબલ-ખુરશીઓ પર પોપડા પડયા હતા. સરકારી બાબુઓ જ્યાં બેસીને લોકોના કામ કરે છે, તે જ ઇમારત જો આટલી જર્જરિત હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? મહુધા તાલુકા પંચાયતની ઇમારતના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની તપાસ કરાવી યોગ્ય સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement