For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છની 69 નગરપાલિકાઓનું 398 કરોડનું વીજબિલ છેલ્લા બે વર્ષથી બાકી

05:44 PM Nov 26, 2025 IST | Vinayak Barot
સૌરાષ્ટ્ર કચ્છની 69 નગરપાલિકાઓનું 398 કરોડનું વીજબિલ છેલ્લા બે વર્ષથી બાકી
Advertisement
  • સૌરાષ્ટ્ર-કચ્છની નગરપાલિકાઓની આર્થિક હાલત કથળી,
  • નાગરિકો પાસેથી વેરા ઉઘરાવવામાં નગરપાલિકાઓ નિષ્ફળ રહી,
  • બાકી બિલની વસુલાત માટે PGVCLની ઢીલી નીતિ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છની 69 નગરપાલિકાઓની આર્થિક હાલત ડામાડોળ બની છે. અને નગરપાલિકાએ બાકી વીજળી બિલો પણ ભરી શકતી નથી. પીજીવીસીએલના સૌરાષ્ટ્ર અને કચ્છના 11 સર્કલ હેઠળ આવતી 69 નગરપાલિકાઓ પાસે રૂપિયા 398 કરોડ વીજળી બિલો બાકી બોલે છે. એટલે કે છેલ્લાં 2 વર્ષથી 69 નગરપાલિકાએ કરોડોના લાઈટબિલ ભર્યા જ નથી. આમ છતાં છેલ્લા બે વર્ષથી નગરપાલિકાઓ દ્વારા વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો વિજ વેરો ચૂકવવામાં આવ્યો નથી. પીસીવીસીએલ દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યા છે. સામાન્ય ગ્રાહકો જો બિલ ભરવામાં મોડું કરે તો તેમને વોર્નિંગ આપી તુરંત જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે. જ્યારે સરકારી કચેરીઓ માટે વીજ તંત્રના બેવડા ધોરણો સામે આવ્યા છે. કરોડોનું લાઈટબિલનું ચૂકવણું બાકી હોવા છતાં નગરપાલિકાઓને કોઈપણ પ્રકારનો દંડ કે વિજ કનેક્શન કાપવાની તૈયારી PGVCL એ બતાવી નથી. હાલ નગરપાલિકાઓ રાજ્ય સરકારની વ્યાજમુક્ત લોનની રાહમાં છે. જો તે લોન આવી જાય તો લાઈટ બિલ ભરી શકાય તેમ છે.

Advertisement

રાજકોટ પીજીવીસીએલના સૂત્રોના કહેવા મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છના 11 સર્કલ હેઠળ આવતી 69 નગરપાલિકાઓ પાસે રૂપિયા 398 કરોડ વીજળી બિલો બાકી બોલે છે. હાલ નગરપાલિકાઓ રાજ્ય સરકારની વ્યાજમુક્ત લોનની રાહમાં છે. જો તે લોન આવી જાય તો લાઈટ બિલ ભરી શકાય તેમ છે.  રિજિયોનલ કમિશનર ઓફ મ્યુન્સિપાલટી દ્વારા આ દરખાસ્ત રાજ્ય સરકારમાં પહોંચાડી દેવામાં આવી છે. જે લોન મળી ગયા બાદ નગરપાલિકાઓ દ્વારા બિલના નાણાં ભરપાઈ કરી દેશે.

Advertisement

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે નગરપાલિકાઓ આવેલી છે તેના અલગ અલગ સમયના લાઈટ બિલો બાકી છે. જેમાં મોટાભાગની નગરપાલિકાઓના એક વર્ષથી લઈ અને બે વર્ષના લાઈટ બિલ ભરપાઈ કરવાના બાકી છે. જે મગરપાલિકાના વીજબિલો બાકી છે. જેમાં રાજકોટ ગ્રામ્યની 6, પોરબંદરની 7, મોરબીની 5, જામનગરની 10, સુરેન્દ્રનગરની 6, અમરેલીની 12, ભુજની 4, અંજારની 4, ભાવનગરની 6, બોટાદની 3 અને જૂનાગઢની 6 એમ કુલ 69 નગરપાલિકાઓ દ્વારા છેલ્લા એકથી બે વર્ષ સુધીમાં વોટરપાર્ક અને સ્ટ્રીટ લાઈટનો વીજવેરો ભરવામાં આવ્યો નથી. પીજીવીસીએલના 11 સર્કલ હેઠળ આવતી આ નગરપાલિકાઓ દ્વારા લાઈટ બિલ ચૂકવવામાં ન આવતા વિજ કચેરીને મોટું બાકી લેણુ સરકારી ચોપડે બોલી રહ્યું છે. નગરપાલિકાઓ લોકો પાસેથી વેરા ઉઘરાવવામાં નિષ્ફળ રહેતા આ સ્થિતિ સર્જાઈ છે.

Advertisement
Tags :
Advertisement