For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે

05:26 PM Jan 21, 2025 IST | revoi editor
ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે
Advertisement
  • 18મી ફેબ્રુઆરીએ મત ગણતરી કરાશે
  • ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતાનો અમલ જારી
  • બોટાદ અને વાંકાનેર પાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાશે

ગાંધીનગરઃ  રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જુનાગઢ મહાપાલિકા સહિત 66 નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ યોજાશે. અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. મનપા અને ન.પા.ની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા, ત્રણ તાલુકા પંચાયત, 66 નગરપાલિકા આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.  સામાન્ય ચૂંટણીની સાથે જે પાલિકા અને પંચાયતમાં બેઠકો ખાલી પડી છે ત્યાં પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ તમામ પાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે પણ 16મી મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.

Advertisement

પાલિકા અને પંચાયતોની સામાન્યની સાથે પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી. નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે.

Advertisement
Tags :
Advertisement