For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બનાસ ડેરીના 16 ડિરેકટરોની ચૂંટણી 10મી ઓક્ટોબરે યોજાશે, 11મીએ મતગણતરી કરાશે

06:08 PM Sep 16, 2025 IST | Vinayak Barot
બનાસ ડેરીના 16 ડિરેકટરોની ચૂંટણી 10મી ઓક્ટોબરે યોજાશે  11મીએ મતગણતરી કરાશે
Advertisement
  • ઉમેદવારી ફોર્મ આજે16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે,
  • ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ29 સપ્ટેમ્બર રહેશે,
  • વિવિધ પક્ષો અને સહકારી આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો

પાલનપુરઃ  એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટર માટે મતદાન યોજાશે. અને મતગણતરી 11 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.ચૂંટણી પ્રક્રિયાના કાર્યક્રમ અનુસાર, ઉમેદવારો 22 સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે. ઉમેદવારોને 29 સપ્ટેમ્બર સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવી છે.

Advertisement

એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી માટેની પ્રક્રિયા 16 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. 10મી ઓક્ટોબરે મતદાન બાદ 11 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે પણ હરીફ પેનલ ઊભી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે બનાસ ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિવિધ પક્ષો અને સહકારી આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ચૂંટણી વધુ રસપ્રદ બની છે. આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી શકે છે. તો બીજી તરફ બનાસ ડેરીના સભાસદો અને સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  આ ચૂંટણી સહકારી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મનાય છે કારણ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી તરીકે જાણીતી છે.

ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમનો વિગતવાર કાર્યક્રમ જોઈએ તો ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય: 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી, ઉમેદવારી પત્રોની ચકાસણી 23 સપ્ટેમ્બર કરાશે, માન્ય ઉમેદવારી પત્રોની યાદી  24 સપ્ટેમ્બરે જાહેર કરાશે, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ  29 સપ્ટેમ્બર રહેશે. જ્યારે હરીફ ઉમેદવારોની આખરી યાદી 30 સપ્ટેમ્બર જાહેર કરાશે,મતગણતરી 11 ઓક્ટોબરે હાથ ધરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement