બિહારમાં રૂ. 33.97 કરોડની રોકડ અને દારૂનો જથ્થો ચૂંટણીપંચ દ્વારા જપ્ત કરાયો
- તમામ બેઠકો ઉપર ઉમેદવારોના ખર્ચ ઉપર રખાશે નજર
- ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવુ આયોજન કરાયું
નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી અને સાત રાજ્યમાં ખાલી પડેલી આઠ વિધાનસભાની યોજનારી ચૂંટણીમાં નાણાનો ગેરકાયદે રીતે ઉપયોગ અને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસોને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારમાં ખર્ચ ઉપર નજર રાખતા અધિકારીની તૈનાતી કરી છે. આ અધિકારી ઉમેદવારોના ખર્ચ ઉપર નજર રાખશે. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા રૂ. 34 કરોડની રોકડ રકમ, ડ્રગ્સ અને મફ્તમાં આવતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણીમાં બ્લેકમની, મુફ્તખોરીની સાથે નશીલી દવાઓ, માદવ દ્રવ્યો, દારૂના ઉપયોગને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યાં છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, તમામ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત બ્લેકમની અને દારૂ સહિતની પ્રવૃતિને અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીપંચના નિર્દેશ અનુસાર, વિવિધ સુરક્ષા એજન્સીઓએ રૂ. 33.97 કરોડની રોકડ, દારૂ, ડ્રગ્સ અને મફતમાં આવવામાં આવનારી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજકીય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારીઓને તેજ બનાવી છે. તેમજ ઉમેદવારોની પસંદગી સહિતની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે.