For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહારમાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતમાં આઠ વ્યક્તિના મોત

03:35 PM May 06, 2025 IST | revoi editor
બિહારમાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માતમાં આઠ વ્યક્તિના મોત
Advertisement

પટનાઃ બિહારના કટિહાર જિલ્લામાં એક કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં આઠ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ સમેલી બ્લોક ઓફિસ નજીક કારમાં સવાર લોકો લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલુ છે.

Advertisement

કટિહારના પોલીસ અધિક્ષક (એસપી) વૈભવ શર્માએ જણાવ્યું હતું કે, "સમેલી બ્લોક ઓફિસ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-31 પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એસયુવી અને ટ્રેક્ટર વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને બે અન્ય ઘાયલ થયા છે."

ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં આઠ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઘાયલોની સારવાર ચાલી રહી છે.

Advertisement

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે સ્થાનિક લોકોના મતે, તે બધા સુપૌલના રહેવાસી છે. તેમણે જણાવ્યું હતું કે, તે બધા એક SUVમાં મુસાફરી કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.

Advertisement
Tags :
Advertisement