For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેશમાં ઈદના તહેવારની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી, મસ્જિદોમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરવામાં આવી

10:45 AM Mar 31, 2025 IST | revoi editor
દેશમાં ઈદના તહેવારની પરંપરાગત રીતે  ધામધૂમથી ઉજવણી  મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી
Advertisement

નવી દિલ્હીઃ આજે દેશભરમાં ઈદનો તહેવાર પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઈદ-ઉલ-ફિત્રના અવસરે સવારે મુખ્ય મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી હતી અને દેશમાં શાંતિ અને સૌહાર્દ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Advertisement

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ, ભોપાલમાં ઈદગાહ મસ્જિદ, પટનામાં ગાંધી મેદાન, હૈદરાબાદ, લખનૌ, બેંગલુરુ, મુંબઈ અને અન્ય શહેરો અને નગરોમાં લોકોએ સવારે ઈદની નમાઝ અદા કરી.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને નોઈડામાં લગભગ તમામ મસ્જિદોની બહાર પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં પણ ઈદનો તહેવાર પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6:45 વાગ્યે અને ફતેહપુરી મસ્જિદમાં સવારે 7:30 વાગ્યે નમાઝ અદા કરવામાં આવી હતી.

Advertisement

આ દરમિયાન, બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ કેસના ભૂતપૂર્વ વાદી ઇકબાલ અંસારીએ અયોધ્યામાં કહ્યું કે આજે ઈદ છે. અને આને ઈદ મિલન કહેવામાં આવે છે. હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને ઈદનો તહેવાર ઉજવે છે. આજનો દિવસ દરેક માટે શુભ છે. હિન્દુઓ માટે પણ કારણ કે નવરાત્રી પણ ચાલી રહી છે. ક્યાંય કોઈ ભેદભાવ નથી.

દિલ્હીની ફતેહપુરી મસ્જિદના ઇમામ મુફ્તી મુકર્રમ અહેમદે ગઈકાલે મોડી સાંજે અલગ અલગ સ્થળોએ ઈદનો ચાંદ જોવા મળ્યાની જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે રમઝાન મહિનાના અંત સાથે સોમવારે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવશે.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ લોકોને ઇદની શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ઇદ એ રોઝા અને ઇબાદત પૂર્ણ થવાનો તહેવાર છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ તહેવાર શાંતિ પ્રગતિ અને ખુશાલી લઇને આવશે.

Advertisement
Tags :
Advertisement