21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બનીઃ રાજનાથ સિંહ
04:03 PM Sep 30, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે 21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે. આજે નવી દિલ્હીમાં ટ્રાઇ-સર્વિસિસ સેમિનારમાં બોલતા, રાજનાથ સિંહે ભાર મૂક્યો કે જોખમો વધુ જટિલ બન્યા છે. આ પ્રસંગે તેમણે ભારતની ત્રણેય સેનાઓના સંયુક્ત કાર્યની પ્રશંસા કરી હતી.
Advertisement
તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતની ત્રણેય સેનાઓએ સાથે મળીને ઉત્કૃષ્ટ કાર્ય દ્વારા મોટામાં મોટી મુશ્કેલીઓનો સામનો કર્યો છે સેનાએ હવાઈ સંરક્ષણમાં એકસૂત્રતાનું નોંધપાત્ર પ્રદર્શન કર્યું, જે નિર્ણાયક સાબિત થયું છે.
Advertisement
Advertisement
Next Article