For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાયબર ફ્રોડમાં કરોડોની હેરાફેરીના મામલે ઈડીના અમદાવાદ અને સુરત અને મુંબઈમાં દરોડા

06:03 PM Jun 25, 2025 IST | revoi editor
સાયબર ફ્રોડમાં કરોડોની હેરાફેરીના મામલે ઈડીના અમદાવાદ અને સુરત અને મુંબઈમાં દરોડા
Advertisement
  • અમદાવાદ અને સુરતમાં 7 સ્થળોએ EDએ કર્યુ સર્ચ,
  • આરોપીઓએ રૂપિયા 100 કરોડથી વધુ પડાવ્યા હોવાનો આક્ષેપ,
  • આરોપીઓએ ગેરકાયદે ફંડને ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરાવ્યું હતું

અમદાવાદઃ ગુજરાતમાં સાયબરફ્રોડના બનાવો વધતા જાય છે. અને કેટલીક સાયબર ફ્રોડ આંતરરાષ્ટ્રીય ગેન્ગના એજન્ટો પણ ગુજરાતમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયબર ફ્રોડ ગેન્ગનો પડદાફાશ થયો હતો. ત્યારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે સાયબર ફ્રોડ મારફત લોકો સાથે રૂ. 100 કરોડથી વધુની છેતરપિંડી મામલે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતાં.  ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે આજે વહેલી સવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સાયબર ક્રાઈમના આરોપસર અમદાવાદ અને સુરતમાં જુદી જુદી વ્યક્તિઓની ઓફિસ-નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતાં. આ સિવાય મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ઈડીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પોલીસે મકબુલ ડોક્ટર, કાશિફ ડોક્ટર, બસમ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને માઝ અબ્દુલ રહીમ નડા સહિત અન્ય વિરૂદ્ધ સાયબર ફ્રોડની PMLA ફરિયાદ નોંધી હતી. જેના આધારે ઈડીએ દરોડા પાડ્યા હતાં. ઈડીના અધિકારીઓના કહેવા મુજબ  USDT ટ્રેડિંગ, ડિજિટલ અરેસ્ટ, કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી બનાવટી નોટિસ જેવી છેતરપિંડી આચરી લોકો પાસેથી રૂ. 100 કરોડથી વધુ પડાવ્યા હોવાનો આરોપ છે. સાયબર ફ્રોડના આરોપીઓએ ડમી કેવાયસી ડોક્યુમેન્ટના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતાં. લોકો સાથે છેતરપિંડી કરી આ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતાં. બાદમાં હવાલા અને આંગડિયા મારફત આ ગેરકાયદે ફંડને ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરાવ્યું હતું. જેના માટે તેઓએ વિદેશ રૂ. 100 કરોડથી વધુનું ફંડ મોકલ્યું હોવાની આશંકા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement