For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મની લોન્ડરીંગ મામલે ઈડી વધુ બની એક્ટિવ, ઈન્ટરપોલ મારફતે પર્પર નોટિસ જાહેર કરાશે

03:01 PM Aug 30, 2025 IST | revoi editor
મની લોન્ડરીંગ મામલે ઈડી વધુ બની એક્ટિવ  ઈન્ટરપોલ મારફતે પર્પર નોટિસ જાહેર કરાશે
Advertisement

નવી દિલ્હીઃ આર્થિક ગુનેગારો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી સફળતા મેળવી છે. તપાસ એજન્સીએ પહેલી વાર ઇન્ટરપોલ મારફતે પર્પલ નોટિસ જાહેર કરી છે. આ નોટિસ 21 ઑગસ્ટે જાહેર કરવામાં આવી હતી અને તેમાં નવા પ્રકારની ટ્રેડ-બેઝ્ડ મની લોન્ડરિંગ (અર્થાત વેપારના બહાને કાળો નાણા સફેદ કરવાની ચાલ)નો ખુલાસો કરવામાં આવ્યો છે.

Advertisement

ઇન્ટરપોલનું પર્પલ નોટિસ મૂળભૂત રીતે વિશ્વના 196 સભ્ય દેશોની એજન્સીઓને એ માહિતી આપવા માટે હોય છે કે ગુનેગારો કાયદાથી બચવા માટે નવા-નવા ઉપાયો અપનાવી રહ્યા છે. આ નોટિસ ઇન્ટરપોલ દ્વારા બહાર પાડવામાં આવતા 8 પ્રકારના નોટિસમાંની એક છે. તેમાં “ગુનેગારો કઈ પદ્ધતિઓ, સાધનો, ઉપકરણો અને છુપાવાના ઉપાયોનો ઉપયોગ કરે છે” તેની જાણકારી આપવામાં આવે છે.

EDની તપાસમાં ખુલ્યું કે કેટલીક સ્થાનિક અને વિદેશી શેલ કંપનીઓનું સંગઠિત નેટવર્ક છે, જે આંતરરાષ્ટ્રીય વેપારની આડમાં મોટા પાયે મની લોન્ડરિંગમાં સંકળાયેલ હતી. આ શેલ કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી કંપનીઓ હતી, જે વેપારના નામે કાળા નાણાંને સફેદ કરતી હતી. આ માટે અન્ડર-ઇન્વૉઇસિંગ, ફેક ડ્યુટી-ફ્રી ઇમ્પોર્ટ્સ, નકલી દસ્તાવેજો અને કંપ્લાયન્સ પેપર, સર્ક્યુલર ટ્રેડિંગ કરતા હતા. આવી રીતે આંતરરાષ્ટ્રીય વેપારનું ખોટું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું, જેથી ભારે રકમની હેરફેરને છુપાવી શકાય. આ રીત હવાલા કૌભાં જેવી છે, ફરક એટલો જ છે કે આ બધું બેંકિંગ ચેનલો અને કાગળ પરની કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું, જેથી કોઈ એજન્સી તેને ઝડપે નહીં.

Advertisement

EDની આ પર્પલ નોટિસ બતાવે છે કે ભારત હવે માત્ર ઘરેલુ સ્તરે જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મની લોન્ડરિંગ જેવા ગુનાઓ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. એજન્સી ગ્લોબલ નેટવર્ક અને એસેટ રિકવરી ઇન્ટર-એજન્સી નેટવર્ક (એશિયા પેસિફિક) જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિશ્વને સતર્ક કરી રહી છે, જેથી ગુનેગારોને ક્યાંય સલામત ઠેકાણું ન મળે. આ પગલું એનો પુરાવો છે કે ભારત હવે વૈશ્વિક સ્તરે આર્થિક ગુનાઓ અને મની લોન્ડરિંગ સામે લડતમાં લીડરશિપ રોલ ભજવી રહ્યું છે. ઇન્ટરપોલ મારફતે જાહેર થયેલી આ નોટિસ અન્ય દેશોને પણ ચેતવણી આપશે અને ભવિષ્યમાં આવા જટિલ ગુનાખોરીને ઝડપી શકશે.

Advertisement
Tags :
Advertisement