For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

EDના સકંજામાં TMC સાંસદ કે. ડી. સિંહ: 238 કરોડની મિલ્કત જપ્ત

01:17 PM Jan 28, 2019 IST | Revoi
edના સકંજામાં tmc સાંસદ કે  ડી  સિંહ   238 કરોડની મિલ્કત જપ્ત
Advertisement

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ કે. ડી. સિંહ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ પોતાની કાર્યવાહીમાં 238 કરોડ રૂપિયાની મિલ્કતને જપ્ત કરી છે.

Advertisement

જણાવવામાં આવે છે કે પોન્જી સ્કીમ ગોટાળાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે ઈડીએ રિસોર્ટ, શોરૂમ અને બેન્ક એકાઉન્ટોને પણ સીઝ કર્યા છે. આરોપ
છે કે કે. ડી. સિંહની કંપનીએ રોકાણકારો પાસેથી વિભિન્ન પોન્જી સ્કીમો દ્વારા 1900
કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. પરંતુ જે ઉદેશ્યથી લોકોના નાણાં લેવામાં આવ્યા હતા,
તેનો તેના સંદર્ભે ઉપયોગ કરવામાં આવ્યો નહીં.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણાં સમયથી ઈડી ટીએમસી સાંસદ કે. ડી. સિંહ પર નજર
રાખી રહ્યું હતું. બાદમાં આજે ઈડીએ પોન્જી સ્કીમના મામલામાં કે. ડી. સિંહની 238
કરોડ રૂપિયાની મિલ્કતો જપ્ત કરી છે. તેની સાથે જ જિફરીમાં ઈડીએ રિસોર્ટ, ચંદીગઢમાં
શોરૂમ સહીત પંચકૂલા, પંજાબ અને હરિયાણામાં ઘણી મિલ્કતોને પણ જપ્ત કરી છે.

Advertisement

મીડિયા અહેવાલો મુજબ, કે. ડી. સિંહની કંપની પર આરોપ છે કે તેમની કંપનીએ
રોકાણકારોને લગભગ 1900 કરોડ રૂપિયનો ચૂનો લગાવ્યો છે. માટે સેબી તરફથી કંપની, તેના
ડાયરેક્ટર અને શેરહોલ્ડર્સ પર મામલો નોંધવામાં આવ્યો હતો. કંપનીનું નામ અલ્કેમિસ્ટ
ઈન્ફ્રા રિયલટી લિમિટેડ હોવાનું જણાવવામાં આવે છે. તેના ઉપર સપ્ટેમ્બર-2016માં કેસ
નોંધવામાં આવ્યો હતો.

જણાવવામાં આવે છે કે સાંસદ કે. ડી. સિંહ ભારતીય હોકી મહાસંઘ અને હોકી એસોસિએશન
ઓફ હરિયાણાના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેઓ 2010માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા.
તેના પહેલા તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના સદસ્ય હતા.

Advertisement
Tags :
Advertisement