For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ પાસે ઈકો કાર પલટી, 4 યુવકોના મોત

04:51 PM Jan 17, 2025 IST | revoi editor
અમદાવાદ ઈન્દોર હાઈવે પર કઠલાલ પાસે ઈકો કાર પલટી  4 યુવકોના મોત
Advertisement
  • કઠલાલના લાડવેલ ચોકડી પાસે ગાય આડી ઉતરતા સર્જાયો અકસ્માત
  • ઈકોકાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગઈ
  • અકસ્માતના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યાં

નડિયાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ નજીક વધુ એક અકસ્માત સર્જાતા 4 જણાના મોત નિપજ્યા હતા. પૂરફાટ ઝડપે જતા ઇકો કારની આગળ ગાય આવી જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગત મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ખેડા જિલ્લાના કઠલાલના લાડવેલ ચોકડી પાસે બનેલી અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા. હાઈવે પરથી પસાર થઈ રહેલી ઇકો કારની આગળ ગાય આવી જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-ઇન્દોર હાઇવે પર રાત્રિ દરમિયાન એક ઈકો કાર પસાર તઈ રહી હતી ત્યારે ગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ઓઢવાડ જતી વખતે અચાનક હાઇવે પર ગાય આવી જતાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું કહેવાય છે. કઠલાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે લોકોનાં ટોળાં ઊમટ્યાં હતા. આસપાસના લોકો અકસ્માત સમયે દોડી આવ્યા હતા અને 4 લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જ્યારે  કારમાં સવાર એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.. આ બનાવ બાદ કઠલાલ પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. તપાસ અધિકારી કઠલાલ પીઆઈ એમ.વી.ભગોરાએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત ફરિયાદી સંજય પુજેસિહ ઠાકોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ બનાવમાં કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. જેમાં કારચાલક સહિત 4નો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement