વલસાડ જિલ્લામાં ભૂકંપનો આચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી ગયા
- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી,
- ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ શહેરથી લગભગ 46 કિલોમીટર દૂર નોંધાયું,
- ભૂસ્તરશાસ્ત્રીઓના મતે સમયાંતરે આવતા આ આંચકાઓ સામાન્ય છે
વલસાડઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દાડી આવ્યા હતા. અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) દ્વારા મળેલી માહિતી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી હતી. જોકે ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ વિસ્તારમાં સમયાંતરે આવતા આ આંચકાઓ સામાન્ય છે
વલસાડ જિલ્લામાં ભૂકંપનો હળવો આચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ શહેરથી લગભગ 46 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ આંચકો બપોરના સમયે અનુભવાયો હતો અને તેની અસર મુખ્યત્વે જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળી હતી. આ આંચકો ઓછી તીવ્રતાનો હતો, પરંતુ જમીન ધ્રૂજવાના કારણે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ ભૂકંપના આંચકાને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયાના કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં અગાઉ પણ અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાઇ ચૂક્યા છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ વિસ્તારમાં સમયાંતરે આવતા આ આંચકાઓ સામાન્ય છે.