મહારાષ્ટ્રના સોલાપુરમાં ભૂકંપનો આંચકો, 2.6ની તીવ્રતા નોંધાઈ
01:39 PM Apr 03, 2025 IST | revoi editor
Advertisement
પૂણેઃ મ્યાનમારમાં તાજેતરમાં ગોઝારો ભૂકંપ આવ્યો હતો અને મોટી સંખ્યામાં તબાહી સર્જાઈ છે. બીજી તરફ ભારતમાં પણ ભૂકંપની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં ધરા ધણધણતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સદનસીબે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
Advertisement
સુત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે (૩ એપ્રિલ) મહારાષ્ટ્રના સોલાપુરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ માહિતી આપી છે કે 3 એપ્રિલના રોજ સવારે 11:22 વાગ્યે સોલાપુરમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 હતી. એટલે કે, આ આંચકા હળવા હતા. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરમાંથી દોડીને ખુલ્લા સ્થળ પર પહોંચ્યાં હતા. જો કે, ભૂકંપના આચંકામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
Advertisement
Advertisement