પૂર્વોત્તર ભારતમાં ભૂકંપના આંચકા, આસામ-મણિપુર સુધી ધરતી ધ્રૂજી
01:20 PM Sep 30, 2025 IST | revoi editor
Advertisement
ગૌહાટીઃ મ્યાનમારમાં મંગળવાર સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જેની અસર ભારતના પૂર્વોત્તર રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને આસામ સુધી નોંધાઈ હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી.
Advertisement
નેશનલ સેન્ટર ઑફ સિસ્મોલોજી (NCS) મુજબ, આ આંચકો સવારે અંદાજે 6.10 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મણિપુરના ઉખરૂલથી દક્ષિણ-પૂર્વમાં 27 કિમી દૂર, ધરતીની અંદાજે 15 કિમી ઊંડાઈમાં હતું. નાગાલેન્ડના વોખાથી તે 155 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને દીમાપુરથી 159 કિમી દક્ષિણપૂર્વમાં આવેલું હતું.
મંગળવાર મધરાતે મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં પણ ભૂકંપ નોંધાયો હતો. અહીં રાત્રે 12.09 વાગ્યે આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર કોલ્હાપુરથી 91 કિમી ઉત્તર-પશ્ચિમમાં ધરતીની 5 કિમી ઊંડાઈમાં હતું. ત્યારબાદ તિબેટમાં સવારે 4.28 વાગ્યે 3.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
Advertisement
Advertisement