For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉત્તર ગુજરાતમાં ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતા નોંધાઈ

09:56 AM Nov 16, 2024 IST | revoi editor
ઉત્તર ગુજરાતમાં ધરા ધ્રુજી  4 2ની તીવ્રતા નોંધાઈ
Advertisement

અમદાવાદઃ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરો-નગરોમાં ધરા ધ્રુજી હતી. લગભગ 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો. રાત્રિના સમયે આવેલા ભૂકંપને પગલે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળે છે.

Advertisement

ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા, પરંતુ આ વિસ્તારમાં કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે 10:15 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્ર પાટણથી 13 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મહેસાણા પ્રદેશમાં 23.71 ઉત્તર અક્ષાંશ અને 10 કિમીની ઊંડાઈએ 72.30 ઇ રેખાંશ પર હતું. આ સ્થળ ગુજરાતમાં રાજકોટથી ઉત્તર-પૂર્વમાં લગભગ 219 કિમી દૂર હતું. તેનું કેન્દ્ર પણ પાટણથી 13 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં આવેલું હતું. ઉત્તરના જિલ્લા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાંથી મળેલી માહિતી મુજબ બે થી ત્રણ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Advertisement

તમને જણાવી દઈએ કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યએ છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપનો સામનો કર્યો છે, જેમાં કચ્છ જિલ્લામાં 26 જાન્યુઆરી, 2001ના વિનાશક ભૂકંપનો સમાવેશ થાય છે.

આ મહિનાની શરૂઆતમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ 3 નવેમ્બરની સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ લખપતથી 53 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આના થોડા દિવસો પહેલા 27 ઓક્ટોબરે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને કિસ્સાઓમાં, ધરતીકંપની પ્રવૃત્તિને કારણે કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનના સમાચાર નથી.

ગુજરાતમાં વારંવાર ભૂકંપ આવે છે અને રાજ્યમાં ભૂકંપનું જોખમ હંમેશા રહે છે. દરિયાકાંઠાના રાજ્યમાં 2001માં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકો માર્યા ગયા હતા અને સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો હતો. જીએસડીએમએના ડેટા અનુસાર લગભગ 13,800 લોકો માર્યા ગયા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા.

Advertisement
Tags :
Advertisement