For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પોરબંદર જિલ્લાનાં 1947.75 લાખનાં વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાપર્ણ

12:57 PM Jan 22, 2025 IST | revoi editor
પોરબંદર જિલ્લાનાં 1947 75 લાખનાં વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાપર્ણ
Advertisement

ગાંધીનગરઃ પોરબંદર જિલ્લાના સાંસદ અને શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ પોરબંદર ખાતે જિલ્લાનાં વિવિધ વિભાગોના 1947.75 લાખનાં 161 વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું. કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ વિકાસ લક્ષી રાજનીતિની શરૂઆત થઈ હતી.તેને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલનાના નેતૃત્વમાં આગળ ધપાવીને લોકોની સુખાકારી વધે તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે.

Advertisement

કેન્દ્રીય મંત્રીએ સ્વાસ્થ્ય માટે લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે કરવામાં આવી રહેલી કામગીરીની વાત કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટેની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે અને 60 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા પોરબંદર શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવશે તેમજ વહીવટી તંત્રના કાર્ય અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અભિનંદન આપ્યા હતા. જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ વિડીયો માધ્યમથી સંબોધતા જણાવ્યું હતું કે સરકારે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને વિકાસનો માર્ગ ખોલ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કાર્યરૂપી બીજારોપણ આજે વિકાસનું વટ વૃક્ષ બનવા જઈ રહ્યું છે તેનો લાભ આજે લોકોને મળી રહ્યો છે. વધુમાં તેમણે જિલ્લામાં પીવાના પાણી લગતાં વિકાસ કાર્યો આયોજન કરવામાં આવી રહ્યું અને પોરબંદર વિકસિત શહેર તરીકે ઉભરી આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું. પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યું કે, પોરબંદર શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપીને પૂજ્ય મહાત્મા ગાંધીજીની ઓળખ ઉભી કરવા માટેની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદર જિલ્લામાં રેલવે ક્ષેત્રે વિકાસલક્ષી કાર્યો કરવા તેમજ પોરબંદર શહેર અને જિલ્લાના લોકોની સુખાકારી વધે તે દિશામાં વિકાસલક્ષી કાર્યો કરવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો વિશેષ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement