For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં બે દિવસમાં તાપમાનમાં ઘટાડાને લીધે ઠંડીમાં વધારો થશે

04:31 PM Nov 17, 2024 IST | revoi editor
ગુજરાતમાં બે દિવસમાં તાપમાનમાં ઘટાડાને લીધે ઠંડીમાં વધારો થશે
Advertisement
  • કારતક મહિનો અડધો વિતી ગયો છતાં ઠંડી અનુભવાતી નથી,
  • અંબાલાલ પટેલ કહે છે, 19મી નવેમ્બર બાદ માવઠું પડી શકે છે,
  • નવેમ્બરના છેલ્લા સપ્તાહથી કડકડતી ઠંડી અનુભવાશે

અમદાવાદઃ શિયાળાના આગમનને 15 દહાડા વિતી ગયા છે, પણ હજુ જોઈએ એવી ઠંડી પડતી નથી. શહેરી વિસ્તારોમાં દિવસ અને રાત્રે એસી અને પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે, જોકે ગ્રામ્ય વિસ્તારોમાં રાતે ઠંડીનો ચમકારો અનુભવાય છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કે આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે. વર્તમાન તાપમાન આગામી બે દિવસ વાતાવરણ યથાવત રહશે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો ઘટાડો થશે. જ્યારે જાણીતા હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે તેથી ગુજરાતમાં વાતાવરણ વાદળછાંયુ બનશે. કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની પણ શક્યતા છે. જ્યારે નવેમ્બરના અંતમાં ગુજરાતભરમાં કડકડતી ઠંડી પડશે.

Advertisement

ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં નોંધાયું હતું. હવે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તાપમાન ઓછું થયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ સામાન્ય કરતા વધારે નોંધાયું છે. હાલમાં પવનની દિશા ઉત્તર પૂર્વ છે, જે દિશા બાદલાતા આગામી સમયમાં શિયાળાની ઠંડીનો અનુભવ થશે. જ્યારે ત્રણ દિવસ બાદ એટલે કે તા. 20 થી 25 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ગુજરાતમાં અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે.

હવામાનની આગાહી વિશે અંબાલાલ પટેલના કહેવા મુજબ  બંગાળ ઉપસાગરમાં આગામી તા. 20 થી 25 નવેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત સર્જાશે. તદઉપરાંત અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે પરંતુ જો ગુજરાત તરફ ફંટાશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. તેમજ  23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા દેશના ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે એટલે નવેમ્બરના અંતમાં ગુજરાતભરમાં કડકડતી ઠંડી પડશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement