For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં દારૂના નશામાં કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા 3ને ઈજા

02:03 PM Apr 06, 2025 IST | revoi editor
વડોદરામાં દારૂના નશામાં કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા 3ને ઈજા
Advertisement
  • રોષે ભરાયેલા લોકોએ કારચાલકને મેથીપાક આપીને પોલીસ હવાલે કર્યો
  • અકસ્માત બાદ પણ કારચાલક ભાનમાં નહોતો
  • પોલીસે કારચાલકની અટકાયત કરી

વડોદરાઃ રાજયમાં અમદાવાદ, સુરત વડદરા અને રાજકોટ સહિત મહાનગરોમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના બનાવો વધીતા જાય છે. ખાસ કરીને રાતના સમયે દારૂ પીને પૂર ઝડપે વાહનો ચલાવવાને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યારે વડાદરા શહેરમાં રાતે દારૂના નશામાં કારચાલકે બે ટુવ્હીલર અને એક કારને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર લઈને નાસવા જતા લોકોએ નશાબાજ કારચાલકને પકડીને મેથીપાક આવીને પોલીસને હવાલે કર્યો હતો.

Advertisement

વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે રાત્રે ચિક્કાર દારૂ પીને બેફામ સ્પીડમાં જઈ રહેલા કારચાલકે બે  ટૂ-વ્હીલર અને એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. ઘટનાને પગલે આસપાસથી લોકો એકત્ર થઈ ગયા હતા અને નશામાં ધૂત કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત રાત્રિના સમયે નશાની હાલતમાં ઓફિસથી ફુલ સ્પીડમાં કાર ચલાવીને ઘરે જઈ રહેલાં ગૌરવ મુકેશભાઈ પટેલે વડસર બ્રિજ પાસે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતાં. બાદમાં અન્ય એક કારને પણ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને કારચાલક ગૌરવને કારમાંથી બહાર કાઢ્યો હતો. આ સમયે ગૌરવ પટેલ ફૂલ દારૂના નશાની હાલમાં હોવાથી અને લોકો સામે ગાંડાં કાઢતાં રોષે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસે સ્થળે પહોંચીને આરોપી ગૌરવ પટેલની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે સ્ટેશન લઈ ગઈ હતી છે. પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement