For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુદાનમાં જેલ પર ડ્રોનથી હુમલો, 19 કેદીઓના મોત

10:51 AM May 12, 2025 IST | revoi editor
સુદાનમાં જેલ પર ડ્રોનથી હુમલો  19 કેદીઓના મોત
Advertisement

પશ્ચિમ સુદાનના ઉત્તર કોર્ડોફાન રાજ્યના અલ ઓબેદ શહેરની સેન્ટ્રલ જેલ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 19 કેદીઓ માર્યા ગયા અને 45 થી વધુ ઘાયલ થયા. આ માહિતી તબીબી સ્ત્રોત અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા આપવામાં આવી હતી.

Advertisement

અલ ઓબેદ હોસ્પિટલના એક તબીબી સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે,19 મૃતદેહો અને 45 ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. જેલની ઇમારત પાસે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, "ત્રણ ડ્રોનથી પાંચ મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી ત્રણ સીધી જેલની ઇમારત અને કેદીઓ જ્યાં રોકાયા હતા તે વિસ્તાર પર પડી હતી," અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, "જેલની અંદર હજુ પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને મૃતકો અને ઘાયલોની સંખ્યા સત્તાવાર આંકડા કરતાં વધી શકે છે."

અત્યાર સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ તાજેતરમાં સુદાનિસ સશસ્ત્ર દળો (SAF) દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં લશ્કરી થાણાઓ અને મુખ્ય સુવિધાઓ પર ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા છે, જેમાં અલ ઓબેદનો સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયા અનુસાર, RSFએ સાતમા દિવસે પણ પોર્ટ સુદાન પર ડ્રોન હુમલા ચાલુ રાખ્યા. આ શહેર મે 2023થી દેશનું વહીવટી પાટનગર બન્યું છે. જોકે, RSFએ આ હુમલા પર કોઈ ટિપ્પણી કરી નથી.

Advertisement

નોંધનીય છે કે એપ્રિલ 2023ના મધ્યભાગથી, સુદાનમાં SAF અને RSF વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે. ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન અનુસાર, સંઘર્ષને કારણે 15 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

Advertisement
Tags :
Advertisement