વડોદરાના આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક 10મી નવેમ્બરથી 14 દિવસ બંધ રહેશે
- ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની એઆઈ આધારિત કામગીરી કરાશે,
- ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં AI બેઝ સેન્સર તથા કેમેરા લગાવાશે,
- અરજદારોની એપોઇમેન્ટ રિશિડયુલ કરાશે,
વડોદરાઃ શહેરમાં આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને એઆઈ સેન્સર અને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. તેના લીધે આગામી તા. 10મી નવેમ્બરથી 14 દિવસ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. જે કોઈ અરજદારે આ સમય ગાળા દરમિયાન એપોઇમેન્ટ લીધેલ હશે, તો તે રિશિડ્યુઅલ કરવામાં આવી છે. સાથે આ નવી એપોમેન્ટ અંગેની વિગતો રજિસ્ટર નંબર પર મળી જશે.
વડોદરા શહેરના દરજીપુરા ખાતે આવેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ ઇસ્યુના કારણે અવાર નવાર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ઠપ થતી હોવાથી હવે AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના લીધે આગામી તારીખ 10થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. હાલમાં જૂના ટેસ્ટ ટ્રેક પર સિવિલ વર્ક કરવાની કામગીરી શરૂ થવાની હોવાથી 14 દિવસ આરટીઓ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. આ કામગીરી બાદ AI બેઝ સેન્સર તથા કેમેરા લગાવવાની કામગીરી કરવામાં આવશે. હાલમાં આ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેથી ટેસ્ટ ટ્રેક બંધ રહેશે.
વડોદરા શહેરના છેવાડે આવેલા દરજીપુરા વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરી ખાતે એકમાત્ર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી દક્ષિણ - પશ્ચિમ વિસ્તારના તથા નજીકના ગામોમાંથી લોકો લાંબુ અંતર કાપીને કચેરી પહોંચતા હોય છે. પરંતુ, છાશવારે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાય છે. આવર નવાર જી સ્વાન નેટ કનેક્ટિવિટીમાં ડેટા ફેચની એરરના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી અવાર નવાર ખોરવાય છે. ત્યારે હવે નવો AI ટ્રેક તૈયાર થઈ રહ્યો છે, જેથી 14 દિવસ ટેસ્ટ આપનારા અરજદારોને મુશ્કેલી પડશે, પરંતુ જે કોઈ અરજદારે આ સમય ગાળા દરમિયાન એપોઇમેન્ટ લીધેલ હશે, તો તે રિશિડ્યુઅલ કરવામાં આવી છે. સાથે આ નવી એપોમેન્ટ અંગેની વિગતો રજિસ્ટર નંબર પર મળી જશે.