For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાલનપુરમાં એરોમા સર્કલ નજીક ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા ચાલકનું મોત

04:52 PM Jun 28, 2025 IST | revoi editor
પાલનપુરમાં એરોમા સર્કલ નજીક ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા ચાલકનું મોત
Advertisement
  • પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાચાલકને કચડતા લોકો દોડી આવ્યા,
  • ડમ્પર પર આરટીઓની નંબર પ્લેટ પણ નથી,
  • શહેરમાં ભારે વાહનના પ્રવેશ અટકાવવા લોકોની માગ

પાલનપુરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના એરોમા સર્કલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના એરોમાં સર્કલ પર એક્ટિવા સ્કૂટર પર જઈ રહેલા  નિવૃત્ત ઓડિટરને નંબર વગરના ડમ્પરે કચડી તેમની પરથી વાહન હંકારી મોત નીપજાવી દીધું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. અમદાવાદ બ્રિજ પરથી સર્કલ પર આવતી વખતે ડમ્પર ચાલકે આગળ જોયા વિના એક્ટિવાને અડફેટે લીધુ હતું. ઘટના બાદ એરોમા સર્કલ પરના આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

Advertisement

પાલનપુરમાં રહેતા અને સહકાર ખાતામાં સબ ઓડીટરમાંથી 2 વર્ષ પહેલા નિવૃત થયેલા રાજાભાઈ ચૌહાણ સવારે અમદાવાદ બ્રિજ ઉતરીને એરોમા સર્કલ તરફ એક્ટિવા સ્કૂટર પર આવી રહ્યા હતા. તે જ વખતે નંબર વગરના આઇવા ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારી 15 ફૂટ ઘસડતા ડમ્પરના તોતિંગ વ્હીલ નીચે કચડાયા હતા એક્ટિવાસવાર રાજાભાઈ અકસ્માતોથી બચવા હેલ્મેટ પહેરીને નીકળ્યા હોવા છતાં તેઓ એરોમાં સર્કલ લેફ્ટ હેન્ડ પર કલેક્ટરના નો પાર્કિંગના જાહેરનામાનો ભંગ કરીને મુસાફર ભરતા વાહનો અને ટ્રક ચાલકની લાપરવાહીનો ભોગ બન્યા હતા. ડમ્પર ચાલકને ડીસા તરફ વળવાનું હતું. જ્યારે એક્ટિવા સવાર એરોમા સર્કલ તરફ સીધા જઈ રહ્યા હતા. પરંતુ ડેડીકેટેડ લેન તરફ વળવાના પ્રવેશદ્વાર પાસે જ ડમ્પર ચાલકે બ્રેક માર્યા વિના જ ચલાવતા જોવા મળ્યો હતો. અકસ્માત બાદ તુરંત 108ની ટીમ આવી હતી. જોકે માથા પર હેલ્મેટ પહેરેલું હોવા છતાં ડમ્પર તેમની ઉપરથી પસાર થઈ જતા મોત નીપજી ગયું હતું. મૂળ વડગામ તાલુકાના નાનોસણા ગામના રાજાભાઈ પાલનપુર તેમના દીકરા પાસે રહેતા હતા. માત્ર શનિ રવિ ગામડે જતા હતા.

આ અકસ્માતના બનાવમાં પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અને સ્થાનિક લોકોએ ભારે વાહનોનો શહેરમાં પ્રવેશબંધી કરવાની માગ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement