વજન ઘટાડવા માટે રાત્રે પીવો આ હેલ્ધી વેજીટેબલ સૂપ, સ્વાદ સાથે આરોગ્ય માટે ફાયદાકારક
જો તમે વજન ઘટાડવા માંગો છો, તો રાત્રે હળવું અને પોષક તત્વોથી ભરપૂર ડિનર કરવું મહત્વપૂર્ણ છે. આમાં વેજીટેબલ સૂપનો સમાવેશ કરીને ન માત્ર વજન કાબૂમાં રાખી શકાય, પરંતુ તમારી ઇમ્યુનિટી પણ મજબૂત બની શકે છે. વેજીટેબલ સૂપ પીવાથી શરીર નાની મોટી અનેક બીમારીઓથી રક્ષણ મેળવશે. ઘણા લોકો માટે વેજીટેબલ સૂપ બનાવવું મુશ્કેલ હોય છે અથવા ઘરેલું સૂપનો સ્વાદ પસંદ નહીં આવે. આ માટે અમે તમને એક સરળ, સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજીટેબલ સૂપની રેસીપી જણાવી રહ્યા છીએ.
- સામગ્રી
લીલી ડુંગળી, ગાજર, લીલુ લસણ, બ્રોકલી, વટાણા, બટાકા, પાલક, મેથી, ફુદીનો, મશરૂમ, શક્કરિયા, આદૂ
- બનાવવાની રીત
સૌપ્રથમ તમામ શાકભાજી – લીલી ડુંગળી, ગાજર, લસણ, આદૂ, વટાણા, બટાકા, પાલક, મેથી, ફુદીનો, મશરૂમ અને શક્કરિયાને સમારી લો. એક ફ્રાય પેનમાં આ સામગ્રી હળવી તળીને થોડું મીઠું ઉમેરીને ઢાંકીને બાફો. ત્યારબાદ અડધી ચમચી વિનેગર ઉમેરી, ઉપરથી કાળી મરી અને મીઠું નાખીને ઉકાળો. થોડું કોર્ન ફ્લોર ઉમેરી અને ફરીથી સારી રીતે ઉકાળો. ઉપરથી ધાણાનું પાવડર છાંટીને સર્વ કરો.
- વેજીટેબલ સૂપ પીવાના લાભો
શરીરમાં ઊર્જા વધે છે અને દિવસભરના કામ માટે તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે.
ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે અને ઠંડી, શરદી જેવી સામાન્ય બીમારીઓથી રક્ષણ મળે છે.
ખાસ કરીને શિયાળામાં શરીરને ગરમ રાખે છે, જેથી તમે મજબૂત અને સ્વસ્થ રહી શકો.
આ વેજીટેબલ સૂપને તમારા ડિનર રોટિનમાં શામેલ કરો અને વજન ઘટાડવા સાથે સાથે તંદુરસ્તીનો લાભ મેળવો.