For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરત એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 4.72 કરોડનું સોનું જપ્ત કર્યું, બેની ધરપકડ

04:22 PM Nov 09, 2024 IST | revoi editor
સુરત એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 4 72 કરોડનું સોનું જપ્ત કર્યું  બેની ધરપકડ
Advertisement

અમદાવાદઃ સુરતમાં DRIએ રૂપિયા 4.72 કરોડની કિંમતના સોનાનું સ્મગલિંગ ઝડપ્યું છે. શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં સ્મગલિંગ કરવામાં આવતું હતુ ડીઆરઆઈની ટીમે 6 કિલો સોના સાથે બે વ્યકિતની કરી ધરપકડ, વિપુલ પાલડિયા અને અભય કુમારની ધરપકડ કરવામાં આવી હતી જેને લઈ મોટા ખુલાસા થયા છે. બેલ્ટમાં પેસ્ટ ફોર્મમાં સોનું છુપાવીને લાવ્યા હતા.

Advertisement

સુરત એરપોર્ટ પર અનેક વખત ડીઆરઆઈએ સોનુ ઝડપ્યું છે.ત્યારે ફરી એક વાર ગેરકાયદેસર સોનાને લઈ પર્દાફાશ કરવામાં આવ્યો છે. ફલાઇટમાં 4.72 કરોડની કિંમતનું સોનું છુપાવીને લાવવામાં આવ્યું હતુ. શરીરના અંદરના વસ્ત્રમાં પેસ્ટ ફોમમાં બેલ્ટની અંદર સોનુ લાવાવમાં આવ્યુ હતુ. આરોપીઓ સોનુ કોને આપવાના હતા તેને લઈ હજી કોઈ માહિતી સામે આવી હતી,હાલમાં તો તપાસ ચાલી રહી છે, ત્યારે સોનાનો ભાવ વધ્યો હોવાથી ફરી સોનાની દાણચોરી વધી છે.

વિપુલ શેલડીયા અને અભયકુમારે શરીરના અંદરના વસ્ત્રમાં કરોડો રૂપિયાની આ સોનું સંતાડ્યું હતું અને તેને બેલ્ટથી બાંધી દીધું હતું. ડીઆરઆઇના અધિકારીઓએ વિપુલ શેલડીયા અને અભયકુમારની પુછપરછ કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓને કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપ્યા છે. જોકે આ સોનું કોણે મોકલ્યું હતું અને સુરતમાં કોને આપવાનું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

દેશ અને દુનિયામાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, તેની સાથે-સાથે આ પીળી ચમકતી ઘાતુની તસ્કરી પણ વધી છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલમાંથી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા કુલ 10.32 કિલો સોનું જપ્ત કર્યું હતું, હાલમાં આ સોનાની અંદાજીત બજાર રૂ. 7.75 કરોડ આંકવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement