દ્રૌપદી મુર્મૂએ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં ઉપલબ્ધ વિશાળ શિક્ષણ સંશાધનોનો ઉપયોગ કરવા અપીલ કરી
11:41 AM Sep 04, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં ઉપલબ્ધ વિશાળ શિક્ષણ સંશાધનોનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો છે. તિરૂવરૂરમાં તમિળનાડુ કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલયના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિએ કહ્યું, દેશના ઉદ્યોગ ચોથા તબક્કા માટે તૈયાર છે અને વિદ્યાર્થીઓએ તેનો મહત્તમ લાભ લેવો જોઈએ.
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણનનું ઉદાહરણ આપતાં સુશ્રી મુર્મૂએ કહ્યું, શિક્ષણનું મહત્વ સતત શિખતા રહેવું અને જ્ઞાન તથા બુદ્ધિનો વિકાસ કરવાનો છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિની ભાવનાને અનુરૂપ સમાજના વિકાસમાં સક્રિય રીતે યોગદાન આપવા પણ આગ્રહ કર્યો હતો. રાષ્ટ્રપતિએ 45 સ્નાતકને સુવર્ણ ચંદ્રક અને 44-ને સંશોધન પદવીઓ એનાયત કરી. તેમણે સુવર્ણ ચંદ્રકો મેળવનારા વિદ્યાર્થિનીઓની પ્રશંસા કરી હતી.
Advertisement
Advertisement