For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ડૉ. મનસુખ માંડવિયાએ બીજી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો પ્રારંભ કરાવ્યો

11:52 AM Mar 21, 2025 IST | revoi editor
ડૉ  મનસુખ માંડવિયાએ બીજી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો પ્રારંભ કરાવ્યો
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ સંકુલમાં કે.ડી.જાધવ ઇન્ડોર હોલમાં બીજી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ને ખુલ્લી મૂકવાની જાહેરાત કરી હતી. આઠ દિવસ સુધી ચાલનારી આ ચેમ્પિયનશીપમાં 1300થી વધુ પેરા એથ્લિટ્સ છ સ્પોર્ટસ કેટેગરીમાં ભાગ લેશે.

Advertisement

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવા માટેની એક અનોખી મશાલ રેલીમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત પ્રધાન ડો. મનસુખ માંડવિયા, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન ડો. વિરેન્દ્ર કુમાર, અરુણાચલ પ્રદેશના રમતગમત અને યુવા બાબતોના પ્રધાન શ્રી કેન્ટો જિનીની સાથે પાંચ પેરાલિમ્પિયન – સિમરન શર્મા (એથ્લેટિક્સ), પ્રવીણ કુમાર (બેડમિન્ટન), નિતેશ કુમાર (બેડમિન્ટન), નિત્યા શ્રે (બેડમિન્ટન) અને પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) તેમજ પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ અને પેરાલિમ્પિયન ભૂતપૂર્વ પેરાલિમ્પિયન શ્રી દેવેન્દ્ર ઝાઝરિયા સાથે જોડાયા હતા.

ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે તેઓ ખેલો ઇન્ડિયાની દરેક ઇવેન્ટનો પ્રતિસાદ જોઈને ઉત્સાહિત છે. જે હવે દેશ માટે ખિતાબ જીતવા ઇચ્છુક તમામ રમતવીરો માટે "છત્ર" બની ગયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ખેલો ઇન્ડિયાએ ભારતીય રમતગમતમાં જે પ્રદાન કર્યું છે, તેનાથી હું અત્યંત ગર્વ અનુભવું છું અને આનંદની લાગણી અનુભવું છું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ હોય, ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ હોય, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ હોય કે પછી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ હોય, આપણા એથ્લેટ્સ દરેક જગ્યાએ પોતાની પ્રતિભાના માધ્યમથી દેશને ગૌરવ અપાવી રહ્યા છે, એમ ડો.માંડવિયાએ જણાવ્યું હતું.

Advertisement

ડો.માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારે કોઈ દ્રઢ નિશ્ચયી હોય છે, સાચી દિશામાં આગળ વધી રહ્યું હોય છે, અને સખત મહેનત કરે છે, ત્યારે પરિણામ હંમેશા હકારાત્મક હોય છે. પેરિસ પેરાલિમ્પિક 2024માં મળેલી સફળતા, જ્યાં અમે કુલ 29 ચંદ્રકો જીત્યા હતા, તે સાબિત કરે છે કે આપણા રમતવીરોમાં વૈશ્વિક મંચ પર દેશનું નામ રોશન કરવાની ક્ષમતા છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના માધ્યમથી આપણા રમતવીરોને શ્રેષ્ઠ તક મળી રહી છે અને તેઓ સફળતાનો માર્ગ મોકળો કરી રહ્યા છે. આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ જ કલ્પના કરી હતી."

ડૉ. કુમારે પણ ખેલો ઇન્ડિયા પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, "ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 ભારતીય રમતવીરો માટે એકબીજાની વચ્ચે સ્પર્ધા કરવા અને તેમની પ્રતિભાને જાહેરમાં રજૂ કરવા માટે એક વિશ્વ કક્ષાનું પ્લેટફોર્મ છે. તે જ સમયે, તે પેરા એથ્લેટ્સને માત્ર પોતાને સાબિત કરવાની જ નહીં પરંતુ તેમની પડકારજનક સફર દ્વારા અન્ય લોકોને પણ પ્રેરણા આપવાની તક પૂરી પાડે છે. "

ઉદ્ઘાટન સમારંભમાં દેશભરના એથ્લીટ્સ, કોચીસ અને સપોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન સમારંભમાં સચિવ (રમતગમત), શ્રીમતી સુજાતા ચતુર્વેદી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement