ડૉ. મનસુખ માંડવિયાએ ઉત્તરપ્રદેશમાં ઇએસઆઇસી કવરેજનાં વિસ્તરણની જાહેરાત કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે જાહેરાત કરી હતી કે, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈ) એ ઉત્તરપ્રદેશમાં કર્મચારી રાજ્ય વીમા (ઈએસઆઈ) યોજના હેઠળ 15 વધારાના જિલ્લાઓને સૂચિત કરીને તેના વ્યાપનું વિસ્તરણ કર્યું છે. રાજ્યમાં કામદારો માટે સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાની દિશામાં આ એક નોંધપાત્ર પગલું છે.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ જાહેરનામા સાથે ઉત્તરપ્રદેશનાં 75માંથી કુલ 74 જિલ્લાઓને હવે ઇએસઆઈ યોજના હેઠળ સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યાં છે. જેનો લાભ 30.08 લાખ વીમાકૃત વ્યક્તિઓ (આઇપી) અને 1.16 કરોડ લાભાર્થીઓને મળશે. આંબેડકર નગર, ઔરૈયા, બહરાઇચ, ગોંડા, હમીરપુર, જાલૌન, કન્નૌજ, મહારાજગંજ, મહોબા, પીલીભીત, સિદ્ધાર્થનગર, શામલી, પ્રતાપગઢ, કાસગંજ અને શ્રાવસ્તી જેવા નવા નોટિફાઇડ જિલ્લાઓએ ઇએસઆઇસી નેટવર્કમાં 53,987 નવા વીમાકૃત વ્યક્તિઓનો ઉમેરો કર્યો છે.
આ વિસ્તરણને પગલે ઇએસઆઈ યોજનાનાં રાષ્ટ્રીય અમલીકરણની સ્થિતિ નીચે મુજબ છેઃ
આવરી લેવામાં આવેલા કુલ જિલ્લા (સંપૂર્ણ + આંશિક): 689
સંપૂર્ણપણે અધિસૂચિત જિલ્લાઓઃ 586
આંશિક રીતે અધિસૂચિત જિલ્લાઓઃ 103
બિન-સૂચિત જિલ્લાઓઃ 89
ભારતમાં કુલ જિલ્લાઓઃ 778