For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હૈદરાબાદમાં તેલંગણાની ઝોનલ ઓફિસ કોમ્પ્લેક્સ અને બંજારા હિલ્સ સ્થિત પ્રાદેશિક કાર્યાલયનું ડો.માંડવિયા ઉદ્ઘાટન કરશે

06:03 PM Mar 05, 2025 IST | revoi editor
હૈદરાબાદમાં તેલંગણાની ઝોનલ ઓફિસ કોમ્પ્લેક્સ અને બંજારા હિલ્સ સ્થિત પ્રાદેશિક કાર્યાલયનું ડો માંડવિયા ઉદ્ઘાટન કરશે
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે હૈદરાબાદમાં ઝોનલ ઓફિસ તેલંગણાના કાર્યાલય સંકુલ અને બંજારા હિલ્સની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના નરોડામાં પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે તેમજ હરિયાણાના ગુરુગ્રામમાં સ્ટાફ ક્વાર્ટર્સ માટે શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી કિશન રેડ્ડી, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને વિશિષ્ટ અતિથિઓ પણ ઉપસ્થિત રહેશે.

Advertisement

આ વિવિધ પહેલ દેશભરના કામદારો અને હિતધારકોને વધુ સારી રીતે સેવા આપવા માટે માળખાગત સુવિધા અને કાર્યકારી ક્ષમતા વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે શ્રમ કલ્યાણ અને વહીવટી કાર્યદક્ષતાને મજબૂત કરવાની મંત્રાલયની કટિબદ્ધતા પર ભાર મૂકે છે.

પ્રોજેક્ટ્સની વિગતો નીચે મુજબ છેઃ

Advertisement

ઝોનલ ઓફિસ કોમ્પ્લેક્સ, તેલંગણા અને રિજનલ ઓફિસ, બંજારા હિલ્સ (ફિઝિકલ મોડ)નું ઉદ્ઘાટન

બંજારા હિલ્સમાં અત્યાધુનિક ઓફિસ સંકુલમાં ઝોનલ ઓફિસ તેલંગણા અને રિજનલ ઓફિસ હશે. જે આ વિસ્તારમાં મંત્રાલયની હાજરીને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ સુવિધા શ્રમ સંબંધિત પહેલો માટે સંકલન અને સેવા પ્રદાનમાં વધારો કરશે. જે તેલંગણામાં કર્મચારીઓ, નોકરીદાતાઓ અને અન્ય હિતધારકો માટે શ્રેષ્ઠ સુલભતા સુનિશ્ચિત કરશે.

પ્રાદેશિક કાર્યાલય, નરોડા, ગુજરાતનું ઉદ્ઘાટન (વર્ચ્યુઅલ મોડ)

નરોડામાં પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે. જે ગુજરાતમાં મંત્રાલયની પહોંચનું વિસ્તરણ કરશે. આ સુવિધાનો ઉદ્દેશ શ્રમ વહીવટને સુવ્યવસ્થિત કરવાનો, શ્રમ કાયદા પાલનને સમર્થન આપવાનો અને આ વિસ્તારમાં કામદારો અને ઉદ્યોગોને સ્થાનિક સહાય પૂરી પાડવાનો છે.

ગુરુગ્રામમાં સ્ટાફ ક્વાર્ટર્સનો શિલાન્યાસ સમારોહ (વર્ચ્યુઅલ મોડ)

હરિયાણાના ગુરુગ્રામમાં સ્ટાફ ક્વાર્ટર્સ માટે વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કરવામાં આવશે. જે સ્ટાફ માટે આધુનિક રહેણાંક સુવિધાઓ પ્રદાન કરવા માટે રચાયેલા પ્રોજેક્ટની શરૂઆતને ચિહ્નિત કરશે. આ પહેલ તેના કર્મચારીઓના કલ્યાણ અને કાર્યકારી પરિસ્થિતિઓને સુધારવા પર મંત્રાલયના ધ્યાનને પ્રતિબિંબિત કરે છે. જેથી એ સુનિશ્ચિત થાય કે તેમને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવા માટે સારી રીતે ટેકો આપવામાં આવે.

Advertisement
Tags :
Advertisement