For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી સૈન્ય સહાય કરી સ્થગિત

03:59 PM Mar 04, 2025 IST | revoi editor
ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી સૈન્ય સહાય કરી સ્થગિત
Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને સૈન્ય સહાયતા સ્થગિત કરી દીધી છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પેની નીતિ શાંતિ પર કેન્દ્રિત છે, તેથી તેમના સહયોગીઓએ પણ આ લક્ષ્ય માટે પ્રતિબદ્ધ રહેવાની જરૂર છે. અમેરિકાએ સહાયતા રોકી છે અને તેની સમીક્ષા પણ કરી રહ્યું છે.

Advertisement

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કી અને વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા તેમના ડેપ્યુટી વચ્ચે થયેલા જાહેર વિવાદના થોડા જ દિવસો પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ ઘટનાક્રમથી યુક્રેન પર રશિયાની સાથે શાંતિ વાર્તા માટે સહમત થવા દબાણ વધવાની સંભાવના છે.

Advertisement
Advertisement
Advertisement