For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ટેરિફ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી ગર્ભિત ચીમકી

06:17 PM Dec 18, 2024 IST | revoi editor
ટેરિફ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી ગર્ભિત ચીમકી
Advertisement

ભારત જેટલો ટેક્સ લગાવશે, અમે પણ એટલો વસૂલ કરીશું,  આવી સીધી ધમકી મોદીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ટ્રમ્પ હવે જેવા સાથે તેવા વલણ અપનાવવા લાગ્યા હોય તેવું સ્પષ્ટ થઇ ગયું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપતા કહ્યું છે કે જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે તો તેના જવાબમાં અમે પણ ભારત પર સમાન ટેરિફ લગાવીશું. ત્યારે અમેરિકામાં સત્તામાંથી બહાર થઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાઈડનની સરકારે કહ્યું છે કે તે ભારત સાથે અમેરિકાના સંબંધોને મજબૂત સ્થિતિમાં છોડીને જઈ રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે રહેવા દરમિયાન પણ આ સંબંધો મજબૂત રહેશે. ટ્રમ્પ ભારત સાથે સંબંધોને આગળ વધારશે.

Advertisement

બાઈડન સરકારમાં નાયબ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલે એક કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે છેલ્લા કેટલાક મહિનામાં ભારત સાથે સંબંધોને મજબૂત કરવા માટે કામ કર્યું છે. અગાઉ પણ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ છે. તેમાં ડેલાવેરમાં યોજાનારી ક્વાડ સમિટનો પણ સમાવેશ થાય છે. કેમ્પબેલે કહ્યું કે અમે ઉદ્યોગ, ટેક્નોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે ભારતના સંબંધોને અત્યાર સુધીની સૌથી મજબૂત સ્થિતિમાં લઈ ગયા છીએ. બંને દેશ હવે સ્પેસ સેક્ટર માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે તો તેના જવાબમાં અમે પણ ભારત પર સમાન ટેરિફ લગાવીશું. ટ્રમ્પે કહ્યું કે ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે અમેરિકન સામાન પર સૌથી વધુ ટેરિફ લાદે છે. ટ્રમ્પે કહ્યું કે જો અમે તેમને કોઈ સામાન મોકલીએ તો તેઓ તેના પર 100% અને 200% ટેરિફ લાદે છે. જો તેઓ ટેરિફ લાદવા માંગતા હોય તો ઠીક છે, અમે પણ તેમના પર સમાન ટેરિફ પણ લાદીશું. ટ્રમ્પ સિવાય તેમના વહીવટમાં વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે કહ્યું કે તમે અમારી સાથે જેવું વર્તન કરશો, તમારી સાથે પણ એવું જ વર્તન થશે. આમ તો મોદી અને ટ્રમ્પ ખુબ સારા મિત્રો ગણાય છે. પણ જયારે દેશના હિતની વાત આવે ત્યારે tit for tat  મતલબ કે જેવા સાથે તેવા થવામાં ક્યાંક મિત્રતા આડી આવતી નથી તે અહી ફરી એકવાર પુરવાર થાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement