ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની જાહેરાત કરી
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયા છે. જયારેચીન પર 34 ટકા,બાંગ્લાદેશ પર 26 ટકા પાકિસ્તાન પર 29 ટકા શ્રીલંકા પર 44 ટકા જયારે ઇઝરાઈલ પર 17 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે
વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં, ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા, ભારત અને અન્ય દેશની મોટર સાઇકલમાં માત્ર 2.4 ટકા ટેરિફ જ લગાવે છે જયારે અમેરિકી મોટરસાઇકલ માટે ભારત 60 ટકા અને વિયેતનામ 70 થી 75 ટકા ટેકસ વસૂલે છે. શ્રી ટ્રમ્પે તેના મુખ્ય બે વેપારી મિત્ર રાજ્ય પર એટલે કે યુરોપિયન યુનિયનની આયાત પર 20 ટકા અને યુ.કે પર 10 ટકા ટેક્સની પણ જાહેરાત કરી છે. જાપાન પર પણ, તેમણે 24 ટકા ટેક્સ લગાવ્યો. વ્હાઇટ હાઉસે કહ્યું કે, આ ટેરિફ યુનાઇટેડ સ્ટેટ્સમાં આયાત કરવામાં આવતી તમામ ઉત્પાદનો પર 10 ટકા બેઝ આયાત ડ્યુટીથી ઉપર આવે છે.
ટ્રમ્પએ જણાવ્યું કે અમેરિકા અન્ય દેશ પર એટલો ટેકસ ટેરિફ નહિ લાદે, જેટલો અન્ય દેશ અમેરિકા પર લાદે છે. તેઓએ તમામ દેશના ટેરિફનું સંયુક્ત રીતે મૂલ્યાંકન કરી આ ટેરિફ પ્લાન બનાવ્યો છે.તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે વિશ્વના દેશ અમેરિકા જે ટેક્સ ટેરિફ રાખશે એના આધાર પ્રમાણે અમેરિકા તેમની સાથે વ્યાપાર કરશે.