હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પાલિતાણામાં ડોળી કામદારોની હડતાળનો આવ્યો અંત

05:08 PM Mar 16, 2025 IST | revoi editor
Advertisement

ભાવનગરઃ  જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં ચાલી રહેલી ડોળી કામદારોની અચોક્કસ મુદ્દતની હડતાલનો સુખદ અંત આવ્યો છે. ધૂળેટીના પર્વે મળેલી બેઠકમાં સમાધાન થતાં ડોળી કામદારો, તેડાગર બહેનો અને સામાન ઉંચકનાર તમામ લોકો પુનઃ કામ પર લાગી જતા યાત્રિકોને રાહત મળી છે.

Advertisement

પાલિતાણાના શેત્રુંજય પર્વત પર અશક્ત યાત્રિકોને દર્શનાર્થે લઈ જવા-લાવવાનું કામ કરતા ડોળી કામદારો પર અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધતા ડોળી યુનિયન ગ્રામ્ય-સિટી, પાલિતાણા દ્વારા ગત રવિવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્ર સાથેની વાટાઘાટો પડી ભાંગતા છ'ગાઉ યાત્રામાં પણ હડતાલનું ગ્રહણ લાગ્યું હતું અને અસંખ્ય અશક્ત યાત્રિકો છ'ગાઉ યાત્રાથી વંચિત રહ્યા હતા. દરમિયાનમાં મુંબઈ અને અમદાવાદના મહાસંઘોના છેલ્લા 72 કલાકના અથાગ પ્રયાસો બાદ તા.14-3ને શુક્રવારે ધૂળેટીના પર્વે પાલિતાણાના દિનદયાળ બગીચામાં શેત્રુંજય યુવક મંડળના આગેવાનો, પાલિતાણા પીઆઈની હાજરીમાં ડોળી યુનિયનના હોદ્દેદારો સાથે મળેલી બેઠકમાં 400 જેટલા ડોળી કામદારો, તેડાગર બહેનો, સામાન ઉંચકનારા લોકો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં જૈન મહાસંઘો અને સરકારી તંત્રે હડતાલ આટોપી લેવાની અપીલ કરી હતી. ડોળી કામદારોને વિના વાંકે દરરોજ સવારે થતી તકલીફો દૂર કરવા અને ડોળી પોઈન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત રાખવા ખાતરી અપાતા આખરે ડોળી યુનિયને હડતાલને શુક્રવારથી જ સમાપ્ત કરવાનો નિર્ણય લઈ શેત્રુંજય પર્વત પર ડોળીથી યાત્રાનો પુનઃ પ્રારંભ કરી દીધો હતો. વધુમાં યાત્રા દરમિયાન 'યાત્રા મિત્ર' નામની ડોળીનો ઉપયોગ કરનાર યાત્રિકોને યાત્રા સમયે ડોળીવાળા તરફથી કોઈ કનડગત કરવામાં આવે તો તેની ઓનલાઈન ફરિયાદ કરી શકાશે. જેના આધારે ડોળી કામદાર સામે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. આવી ડોળીની પાછળ ક્યુઆર કોડ અને સંસ્થાઓના નામના સ્ટીકર પણ લગાવી દેવામાં આવ્યા હોવાનું મહાસંઘના પ્રવક્તાએ જણાવ્યું છે.

Advertisement

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiDoli workersend of strikeGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatespalitanaPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article