For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમરેલીના જસવંતગઢ ગામે શ્વાન બાળક ઉઠાવીને ભાગ્યો, પીછો કરી બાળકને છોડાવ્યો

04:59 PM Aug 07, 2025 IST | Vinayak Barot
અમરેલીના જસવંતગઢ ગામે શ્વાન બાળક ઉઠાવીને ભાગ્યો  પીછો કરી બાળકને છોડાવ્યો
Advertisement
  • જિલ્લામાં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધ્યો,
  • બાળકના પિતા શ્વાન પાછળ દોટ મુકીને બાળકને છોડાવ્યો,
  • સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ

અમરેલીઃ જિલ્લાના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણામાં રમતું હતું. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જડબામાં જકડીને બાળકને લઇને શ્વાન ભાગ્યો હતો, જોકે બાળકના પિતા ઘરની અંદર જ હતા તેમણે બાળકનો રડવાનો અવાજ સાંભળતાં તરત પાવડાનો હાથો લઇને શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યું હતું.

Advertisement

અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધી રહ્યો છે. જિલ્લાના જશવંતગઢ ગામમાં એક બે વર્ષના રમતા બાળકને શ્વાન જડબામાં પકડીને ભાગ્યો હતો, જોકે બાળકે રાડારાડ કરતાં સમયસર પિતાનું ધ્યાન જતાં તેમણે શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ છે.

આ બનાવની વિગત એવી છે કે,  અમરેલીના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણામાં રમતું હતું. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જડબામાં જકડીને બાળકને લઇને શ્વાન ભાગ્યો હતો, જોકે બાળકના પિતા ઘરની અંદર જ હતા તેમણે બાળકનો રડવાનો અવાજ સાંભળતાં તરત પાવડાનો હાથો લઇને શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યું હતું. ત્યારબાદ બાળકને સારવાર માટે ચિતલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ છે. આ ઘટનામાં સદનસીબે બાળકને ઓછી ઇજાઓ પહોંચતાં હાલ તેની સ્થિતિ સારી છે. બાળકને શ્વાન લઇને ભાગ્યો એ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમરામાં કેદ થઇ છે, જે CCTV હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યા છે.

Advertisement

અગાઉ પણ અમરેલીના જશવંતગઢ અને ચિતલ ગામમાં શ્વાનના હુમલાની આવી ઘટનાઓ બની ચૂકી છે. થોડા મહિના પહેલાં પણ એક બાળકને શ્વાને બચકાં ભર્યાં હતાં. જ્યારે ચારેક દિવસ અગાઉ જ બગસરા શહેરમાં એક શ્વાને ચાર લોકોને બચકાં ભર્યાં હતાં, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જિલ્લામાં સિંહ અને દીપડાના હુમલાની ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે. હિંસક પ્રાણીઓ અવારનવાર ગામમાં ઘૂસીને માલધારીઓનાં પશુઓના શિકાર કરતા હોય છે. જ્યારે ઘણીવાર માનવ પર હુમલાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, જોકે હવે રખડતા શ્વાનોનો પણ આતંક સામે આવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement