For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દરરોજ 17 કરોડ સાયબર હુમલાઓનો સામનો કરે છે NSE ?

05:00 PM Oct 23, 2025 IST | revoi editor
દરરોજ 17 કરોડ સાયબર હુમલાઓનો સામનો કરે છે nse
Advertisement

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) પર દરરોજ સરેરાશ 150 થી 170 મિલિયન (15 થી 17 કરોડ) સાયબર હુમલાઓ થતા હોવાનું જાણવા મળે છે. આ ખતરાઓને પહોંચી વળવા માટે NSE પાસે 24 કલાક સક્રિય સાયબર વોરિયર્સની વિશેષ ટીમ તૈનાત છે, જે તરત જ આ હુમલાઓને ઓળખીને નિષ્ક્રિય કરી દે છે.

Advertisement

NSEના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “દરરોજ લાખો સાયબર હુમલાઓ થાય છે, પરંતુ અમારી ટેક્નિકલ ટીમ અને આધુનિક સિસ્ટમ સતત સજાગ રહે છે. ખાસ સોફ્ટવેર અને મશીન ઇન્ટેલિજન્સની મદદથી આ હુમલાઓને તરત જ નિષ્ફળ બનાવવામાં આવે છે.” NSE પર તાજેતરમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન એક જ દિવસે 40 કરોડથી વધુ સાયબર હુમલાઓ થયા હતા. જોકે, હુમલાખોરો એક્સચેન્જના ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શક્યા નહોતા. NSEની મજબૂત ટેક્નિકલ ટીમ, અદ્યતન મશીનો અને સુરક્ષા માળખાના કારણે તમામ હુમલાઓને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા.

સામાન્ય રીતે NSE પર દરરોજ 15 થી 17 કરોડ હુમલા થાય છે. એક્સચેન્જની સુરક્ષા ટીમો 24 કલાક સજાગ રહીને આવા ખતરાઓને રોકે છે. NSE પાસે હાલમાં બે સાયબર ડિફેન્સ સેન્ટર છે, જે સતત ટ્રાન્ઝેક્શન અને તમામ ડિજિટલ ચેનલ પર નજર રાખે છે. અહીં દરેક ડેટાને અદ્યતન સોફ્ટવેર દ્વારા સ્કેન કરવામાં આવે છે જેથી કોઈ પણ સંદિગ્ધ પ્રવૃત્તિ તરત જ અટકાવી શકાય. સુરક્ષા માળખામાં ઈમેઈલ, પેન ડ્રાઈવ, એક્સટર્નલ ડેટા અને DDoS (Distributed Denial of Service) હુમલાથી બચવા માટે કડક નિયમો લાગુ છે. જો કોઈ શંકાસ્પદ ટ્રાફિક દેખાય તો સિસ્ટમ તરત જ પોપ-અપ અને એલર્ટ આપી દે છે.

Advertisement

DDoS હુમલામાં કોઈ સર્વર પર હજારો સોર્સથી એક સાથે ટ્રાફિક મોકલવામાં આવે છે, જે સિસ્ટમને ઠપ કરી દે છે. જો આવો હુમલો NSE જેવા નાણાકીય સંસ્થા પર થઈ જાય તો લાખો રોકાણકારો માટે ટ્રેડિંગ સિસ્ટમ બંધ પડી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને NSEએ VAPT (Vulnerability Assessment and Penetration Testing) જેવા કડક સુરક્ષા ઑડિટને તમામ ટ્રેડિંગ સભ્યો અને સ્ટાફ માટે ફરજિયાત બનાવ્યા છે. NSE પાસે એક અદ્યતન સ્વચાલિત બેકઅપ સિસ્ટમ છે, જેને જરૂર પડે ત્યારે ચેન્નઈથી રિમોટલી સક્રિય કરી શકાય છે. અધિકારીએ જણાવ્યું કે, “જો કોઈ તકનીકી ખામી થાય, તો ચેન્નઈનું બેકઅપ તરત જ સિસ્ટમ સંભાળી લે છે.” હજી સુધી NSEને આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો નથી.

NSEના અધિકારીઓએ જણાવ્યું કે વધતા ડિજિટલ નેટવર્ક અને વૈશ્વિક કનેક્ટિવિટીના કારણે સાયબર ખતરો પહેલાં કરતા ઘણો વધી ગયો છે. તેમ છતાં NSE પાસે એવો મજબૂત સુરક્ષા માળખો છે કે જે દરેક પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Advertisement
Tags :
Advertisement