For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં પ્રાણી સંગ્રહાલયને દિવાળીની રજાઓ ફળી, છેલ્લા બે દિવસમાં 13,64,350 આવક

05:32 PM Nov 04, 2024 IST | revoi editor
સુરતમાં પ્રાણી સંગ્રહાલયને દિવાળીની રજાઓ ફળી  છેલ્લા બે દિવસમાં 13 64 350  આવક
Advertisement
  • છેલ્લા બે દિવસમાં પ્રાણી સંગ્રહાલયની 48116 લોકોએ લીધી મુલાકાત,
  • મુલાકાતીઓના ધસારાને લીધે ઝૂમાં સોમવારની રજા રદ કરાઈ,
  • સરથાણા ખાતેના ઝૂમાં સવારથી જ મુલાકાતીઓની લાઈનો લાગે છે

સુરતઃ શહેરમાં હાલ દિવાળીની રજાઓનો માહોલ છે. મોટાભાગના પરપ્રાંતના લોકો દિવાળી અને છઠ પૂજન માટે પોતાના માદરે વતન જવા રવાના થઈ ગયા છે. શહેરમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક પરિવારો પણ દિવાળીના તહેવારોમાં પોતાના વતન ગયા છે. તેમજ ઘણા પરિવારો હાલ શહેરમાં દિવાળીની રજાઓની મદા માણી રહ્યા છે. ત્યારે શહેરના સરથાણા ખાતે આવેલા મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે. છેલ્લા બે દિવસ એટલે કે, દિવાળી અને નવા વર્ષે મ્યુનિને લાખો રૂપિયાની આવક થઈ હતી. છેલ્લા બે દિવસમાં જ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે 48,116 લોકો આવ્યા હતાં, જેનાથી મ્યુનિને રૂપિયા 13,64,350 આવક થઈ છે.

Advertisement

સુરત શહેરમાં હાલ દિવાળીની રજાઓનો માહોલ છે. ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિત તમામ એકમોમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. શહેરના લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા માટે જતા હોય છે. ત્યારે વેકેશનનો સમય મ્યુનિ. સંચાલિત પ્રાણી સંગ્રહાલયને ફળ્યો છે. દિવાળીના દિવસે કુલ 21,806 મુલાકાતીઓ આવ્યા હતા અને 6,15,800 કમાણી થઈ હતી. જ્યારે બેસતા વર્ષના દિવસે 26,310 કુલ મુલાકાતીઓ આવ્યા હતા અને 7,48,550થી વધુની આવક થઈ હતી. 21 દિવસના દિવાળી વેકેશન દરમિયાન મોટા પ્રમાણમાં મુલાકાતીઓનો ધસારો જોવા મળશે.

સુરત મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં દિવાળી વેકેશનને લઈ સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. સામાન્ય દિવસોમાં પ્રાણી સંગ્રહાલયમાં સોમવારે રજા રાખવામાં આવતી હોય છે, પરંતુ દિવાળી વેકેશનને લઈ એક પણ રજા મૂકવામાં આવતી નથી. ઓનલાઈન અને ઓફલાઇન ટિકિટ થકી મ્યુનિની આવકમાં વધારો થયો છે.  પ્રાણી સંગ્રહાલય વિશાળ જગ્યામાં હોવાથી બાળકો તેમજ વયોવૃદ્ધ પણ પ્રાણી સંગ્રહાલયમાં આવી શકે તેવી વ્યવસ્થા હોવાથી પરિવાર સાથે ફરવા માટે લોકોએ પ્રાણી સંગ્રહાલયને વધુ પસંદ કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement