For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટ યાર્ડમાં લાલ મરચાના પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી

06:10 PM Feb 04, 2025 IST | revoi editor
રાજકોટ યાર્ડમાં લાલ મરચાના પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી
Advertisement
  • લાલ મરચાના ભાવ 5 વર્ષથી સતત ઘટી રહ્યા છે
  • અન્ય રાજ્યોમાં મરચાનું ઉત્પાદન થતાં ગુજરાતના મરચાની માગ ઘટી ગઈ
  • વેપારીઓ કહે છે, મરચાના ક્વોલીટી પણ નબળી છે

રાજકોટ:  સૌરાષ્ટ્રના ગોંડલ અને રાજકોટ સહિત માર્કેટ યાર્ડમાં હાલ લાલ મરચાની આવક શરૂ થઈ છે. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે લાલ મરચાના પુરતા ભાવ મળતા ન હોવાથી ખેડુતોના નારાજગી જોવા મળી રહી છે. જેમાં રાજકોટના યાર્ડમાં પુરતા ભાવ ન મળતા હોવાની ખેડુતો ફરિયાદ કરી રહ્યા છે. જ્યારે વેપારીઓ લાલ મરચાની ક્વોલીટી મુજબ ભાવ મળતા હોવાનું કહી રહ્યા છે.

Advertisement

મરચાની સિઝન આવી ગઈ છે. ખેડૂતોના ખેતરમાં મરચાનો પાક તૈયાર થઈ ગયો છે અને એ જ પાક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી રહ્યો છે. જોકે, જ્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે છે ત્યારે તેમને નિરાશ થવાનો વારો આવે છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. દેશભરમાં જાણીતું રાજકોટ પંથકનું લાલ મરચું આ વખતે ભાવમાં મોળુ પડી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અલગ અલગ વસ્તુઓમાં મોંઘવારી ભલે આસમાને પહોંચી પરંતુ લાલ મરચાના ભાવ છેલ્લા પાંચ વર્ષમાં સતત ઘટી રહ્યા છે.

ખેડુતોના કહેવા મુજબ  યાર્ડમાં હાલ લાલ મરચાના 1100 રૂપિયાથી લઈને 2600 સુધી ભાવ મળી રહ્યા છે, 2024માં 1500 રૂપિયાથી લઈને 3800 સુધી મળ્યા હતા, વર્ષ 2023 માં 1800 રૂપિયાથી લઈને 4035 સુધી મળ્યા હતા. વર્ષ 2022માં 1200 રૂપિયાથી લઈને 3480 સુધી મળ્યા હતા. વર્ષ 2021માં 1800 રૂપિયાથી લઈને 3200 સુધી મળ્યા હતા. આ અંગે વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે ઘટી રહેલા ભાવ પાછળનું કારણ એવું છે કે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં મરચાનું ઉત્પાદન થયું છે. જેમના કારણે રાજકોટ પંથકનું મરચું બહારના રાજ્યમાં વેચાઈ નથી રહ્યું. જેથી ખેડૂતોને ભાવ નીચા મળી રહ્યા છે. દર વર્ષ કરતાં આ વર્ષે મરચાની આવક પણ ઘણી ઓછી છે. દર વર્ષે આ સમયે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મરચાથી ભરાઈ ગયો હોય છે પરંતુ આ વખતે અડધો જ ભરાણો છે. ક્યાંક મરચાની ક્વોલિટી પણ નબળી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement