હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ડીસાથી પીપાવાવ, અને સોમનાથથી દ્વારકા સુધી નવો એક્સપ્રેસ હાઈવે બનાવાશે

05:36 PM Feb 20, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કર્યું હતુ. આ બજેટમાં સરકારે રોજગારી-મહિલા-યુવા- કૃષિ દરેક વિભાગને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી છે.

Advertisement

નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે, આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1 લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજાર રૂપિયાના માતબર વધારા સાથે 1 લાખ 70 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.

નાણા મંત્રીએ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેમાં વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક કમીના લેખ પર, પ્રવર્તમાન 4.90% સ્ટેમ્પ ડયુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂ.200ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે. તેમજ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઈઓ મુજબ વર્તમાન સમયમાં રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટેના 'ગીરોખત' પર 0.25% લેખે મહત્તમ રૂ.25,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂ.5,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે. જેથી હાઉસીંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે. એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઈ છે. જેના સ્થાને રહેણાંક માટે રૂ.500 તથા વાણિજ્ય માટે રૂ.1000ની સ્ટેમ્પ ડયુટી લેવામાં આવશે. તેમજ અન્ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે.  આ ઉપરાંત, નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય તે હેતુસર. ત્રીરોખત, ગીરોમુક્તિ લેખ, ભાડા પટ્ટા લેખ કરવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જવાને બદલે, ઘરે બેઠા ઈ-રજીસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.

Advertisement

નાણા મંત્રીએ બજેટમાં  બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવાની જાહેરાત કરી હતી. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને “નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે. અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.

નાણા મંત્રીએ વર્ષ 2025-26ના બજેટમાં શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જ્યારે આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા જોગવાઈ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા જોગવાઈ, નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા જોગવાઈ તેમજ ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઈ, તથા રાજ્યના 24 જિલ્લામાં સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા ₹30 કરોડની જોગવાઈ અને રાજ્યમાં 5 લાખ 14 હજાર પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઈ કરવા વિનામુલ્યે કરવાની જાહેરાત કરી હતી

નાણા મંત્રીએ બડેટમાં 5 લાખ રોજગારીના સર્જનનો વાયદો કર્યો છે, રાજ્યમાં  SRP, બિનહથિયાર અને હથિયાર ધારક કોન્સ્ટેબલમાં ભરતી કરાશે. પોલીસ વિભાગમાં કુલ 14,000 કર્મચારીઓની ભરતી કરવાની યોજના છે. 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. તે સિવાય 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. 81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃતિ આપવા 4827 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે ₹1795 કરોડની જોગવાઇ કરી છે ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ ₹૧ લાખ સુધીની સહાય આપવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ કરી છે.  આ ઉપરાંત ગૃહ વિભાગ માટે કુલ ₹12659 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarat BudgetGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo express highways will be builtviral news
Advertisement
Next Article