For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવકથી ભરાવો થતાં હરાજી બંધ

05:57 PM Nov 14, 2024 IST | revoi editor
ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવકથી ભરાવો થતાં હરાજી બંધ
Advertisement
  • આજે અને કાલે યાર્ડમાં મગફળીની હરાજી બંધ રહેશે,
  • ટેકાના ભાવ જેટલા જ ભાવ મળતા હોવાથી મગફળીની આવકમાં વધારો,
  • 000 બોરીની આવકથી યાર્ડ ઊભરાયું

ડીસાઃ જિલ્લા આગવી હરોળના ગણાતા ડીસા માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની ધુમ આવક થઈ રહી છે. દિવાળીના તહેવારો બાદ યાર્ડમાં આવકો વધવા લાગતા તેમજ તહેવારોના કારણે મજૂરોની અછત હોવાથી માલનો મોટા પ્રમાણમાં ભરાવો થતાં માલનો નિકાલ કરવા 14 અને 15 નવેમ્બરના રોજ માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Advertisement

યાર્ડના સૂત્રોના કહેવા મુજબ ડીસા માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવારો બાદ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. એક તરફ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરી છે. જેમાં સરકાર દ્વારા પ્રતિ મણે રૂપિયા 1356 નો ભાવ આપવામાં આવે છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લી હરાજીમાં પણ મગફળીના આ પ્રકારના ભાવ મળી રહેતા હોવાથી તેમજ માર્કેટયાર્ડમાં રોકડા નાણાં મળતા હોવાથી ખેડૂતો માર્કેટયાર્ડમાં માલ વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ ડીસા માર્કેટયાર્ડમાં મગફળી સહિતની જણસીઓની આવક સતત વધતી રહી છે. જ્યારે બીજી તરફ તહેવારોના કારણે વતનમાં ગયેલા પરપ્રાંતીય શ્રમિકો હજુ પરત ફર્યા નથી. જેથી શ્રમિકોની પણ અછત છે. જેના કારણે માલનો નિકાલ કરવો મુશ્કેલ બની જાય છે.

ડીસા માર્કેટ યાર્ડમાં સપ્તાહથી સરેરાશ 50 હજારથી વધુ બોરી મગફળીની આવક થઇ રહી છે. જ્યારે ગત સોમવારે 90 હજાર બોરી મગફળીની આવક થઈ હતી. જેના કારણે માર્કેટયાર્ડમાં માલનો ભરાવો થતાં ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તારીખ 14 અને 15 નવેમ્બર દેવ દિવાળીના દિવસે આમ બે દિવસ માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે તેમ ડીસા એપીએમસીના સેક્રેટરી એ.એન.જોશીએ જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement