For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ

11:46 AM Oct 02, 2025 IST | revoi editor
વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રપતિ  ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ
Advertisement

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને વિજયાદશમી (દશેરા) પર્વની શુભેચ્છાઓ પાઠવી. તેમણે આ તહેવારને બુરાઈ પર સારપ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક ગણાવ્યો અને સમાજમાં સત્ય, ધર્મ, ન્યાય અને સદભાવને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું, "વિજયાદશમીના પાવન અવસર પર, હું તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. અધર્મ પર ધર્મની વિજયનું પ્રતીક, વિજયાદશમીનો તહેવાર આપણને સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે."

Advertisement

તેમણે વધુમાં જણાવ્યું કે, "દેશના વિવિધ ક્ષેત્રોમાં રાવણ દહન તથા દુર્ગા પૂજાના રૂપમાં મનાવવામાં આવતો આ પર્વ ભારતના જીવન-મૂલ્યોને દર્શાવે છે. આ તહેવાર આપણને ક્રોધ અને અહંકાર જેવી નકારાત્મક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવા તથા સંઘર્ષ અને શૌર્ય જેવી સકારાત્મક પ્રવૃત્તિઓને અપનાવવાનો સંદેશ આપે છે." રાષ્ટ્રપતિએ ઉમેર્યું, "મારી કામના છે કે આ પર્વ આપણને એક એવા સમાજ અને દેશના નિર્માણ માટે પ્રેરિત કરે, જ્યાં બધા લોકો ન્યાય, સમાનતા અને સદભાવ સાથે મળીને જીવનમાં આગળ વધતા રહે."

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્નને પણ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયે 'એક્સ' પર લખ્યું, "વિજયાદશમીના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ. આ પર્વ બુરાઈ પર સારપની જીતનો ઉત્સવ છે અને આપણને સત્ય, ધર્મ અને સાહસના સ્થાયી મૂલ્યોની યાદ અપાવે છે. આ આપણને સૌને ઈમાનદારીથી કાર્ય કરવા, ન્યાય જાળવી રાખવા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે. કામના છે કે વિજયાદશમી સૌના માટે ખુશી, શાંતિ અને સમૃદ્ધિ લાવે અને દેશની સેવા માટેના આપણા સંકલ્પને વધુ મજબૂત કરે."

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજયાદશમીની શુભેચ્છાઓ આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું, "વિજયાદશમી બુરાઈ અને અસત્ય પર સચ્ચાઈ અને સત્યની વિજયનું પ્રતીક છે. મારી કામના છે કે આ પાવન અવસર પર દરેકને સાહસ, બુદ્ધિ અને ભક્તિના માર્ગ પર નિરંતર આગળ વધતા રહેવાની પ્રેરણા મળે. દેશભરના મારા પરિવારજનોને વિજયાદશમીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ."

Advertisement
Tags :
Advertisement