પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જ્યંતિ નિમિતે PM મોદી અને રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી
11:24 AM Aug 20, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજ્યંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Advertisement
આજે, પીએમ મોદીએ ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું કે, આજે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર મારી શ્રદ્ધાંજલિ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ તેમના પતિ, ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા અને તેમના પુત્ર રેહાન વાડ્રા સાથે વીર ભૂમિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે.
Advertisement
Advertisement
Next Article