For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમિત શાહ સહિતના મહાનુભાવોએ રક્ષાબંધનના તહેવારની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

11:05 AM Aug 09, 2025 IST | revoi editor
અમિત શાહ સહિતના મહાનુભાવોએ રક્ષાબંધનના તહેવારની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રક્ષાબંધનના તહેવારની દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી. આ પર્વ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાના અવિનાશી બંધનનું પ્રતિક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમિત શાહે લખ્યું, “ભાઈ-બહેનના અવિનાશી સ્નેહ, વિશ્વાસ અને રક્ષણના સંકલ્પને સમર્પિત પાવન પર્વ ‘રક્ષાબંધન’ની સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આ પર્વ સૌના જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવે, તેવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું.”

Advertisement

સમગ્ર ભારતમાં ઉજવાતો રક્ષાબંધન તહેવાર ઊંડો સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમના બંધનનું પ્રતિક છે અને દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. આ પર્વને ખાસ કરીને પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાના પ્રતિક રૂપે ગણવામાં આવે છે. કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ પણ એક્સ પર પોતાની શુભેચ્છાઓ પાઠવી. તેમણે પોતાના પોસ્ટમાં લખ્યું, “રક્ષાબંધનનો પર્વ ભાઈ-બહેનના પ્રેમ, સ્નેહ અને વચનબદ્ધતાનું પ્રતિક છે. આ પાવન પર્વ રક્ષાબંધનની સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.”

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક્સ પર લખ્યું, “સ્નેહની પવિત્ર ગાંઠ, વિશ્વાસની મૌન પ્રતિજ્ઞા, ભાઈ-બહેનના અવિનાશી પ્રેમનું જીવંત પ્રતિક એવા રક્ષાબંધનની રાજ્યવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ! રક્ષાસૂત્રનો નાનો દોરો ફક્ત હાથમાં નહીં, પરંતુ આત્માને પણ જોડે છે. તે દરેક યુગમાં મર્યાદા અને આત્મિયતાની અમર ગાથા ગૂંથે છે.” રક્ષાબંધનમાં બહેનો પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે, જે તેમના દીર્ઘ આયુષ્ય અને સુખાકારી માટેની પ્રાર્થનાનું પ્રતિક છે. ભાઈઓ પોતાની બહેનની સુરક્ષા કરવાનો સંકલ્પ લે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement