ડિજિટલ અરેસ્ટ સ્કેમની તપાસ CBIને સોપાઈ: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ દેશમાં વધતા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ક્રાઈમના ગુનાઓને લઈને સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટએ આખા દેશમાં થયેલા ડિજિટલ અરેસ્ટ કેસોની તપાસ CBIને સોંપવાનો મહત્વનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં તમામ રાજ્યોની પોલીસને CBIને સંપૂર્ણ સહકાર આપવાની સૂચના આપી છે. મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે RBIને પણ નોટિસ જારી કરીને પક્ષકાર બનાવ્યું છે. કોર્ટ હવે આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા બાદ કરશે.
CJIએ નોંધ્યું કે ઠગબાજો વિવિધ રીતો દ્વારા ખાસ કરીને વડીલોને ફસાવી રહ્યો છે. ડિજિટલ અરેસ્ટ, નિવેશ (ઇન્વેસ્ટમેન્ટ) ઠગાઇ અને પાર્ટ-ટાઇમ જોબ સ્કેમના કેસોમાં લોકો પાસેથી લાલચ, દાદાગીરી અથવા ધમકીના આધારે મોટી રકમ વસૂલવામાં આવે છે. જે રાજ્યોએ હજુ સુધી CBIને તપાસ માટે સહમતી આપી નથી, તેમને IT અધિનિયમ 2021 હેઠળ મંજૂરી આપવા કોર્ટએ કહ્યું છે જેથી દેશવ્યાપી તપાસ શક્ય બને. કેસોના સ્વરૂપને જોતા કોર્ટએ CBIને જરૂર પડે ત્યારે ઇન્ટરપોલની મદદ લેવા સૂચના આપી છે.
કોર્ટએ CBIને શક્તિ આપી છે કે, PCA હેઠળ એવા બેન્કરોની પણ તપાસ કરી શકાય. RBIને પૂછવામાં આવ્યું છે કે,AI/ML ટેક્નોલોજી દ્વારા ઠગાઇ ખાતાઓની ઓળખ અને મોનીટરીંગ ક્યારે લાગુ કરવામાં આવશે.