For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં 32 કરોડના હીરાની ચોરીનો કેસ, લૂંટારા 5 શખસો બે રિક્ષામાં થયા હતા ફરાર

06:24 PM Aug 19, 2025 IST | Vinayak Barot
સુરતમાં 32 કરોડના હીરાની ચોરીનો કેસ  લૂંટારા 5 શખસો બે રિક્ષામાં થયા હતા ફરાર
Advertisement

સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં મધરાતે 2 વાગ્યા આસપાસ તસ્કરો ત્રાટક્યા હતા. અને ભારેખમ તિજોરીને કટરથી કાપીને 32 કરોડથી વધુના હીરા અને રોકડ રકમ ચોરીને પલાયન થઈ ગયા હતા, આ બનાવમાં તસ્કરોને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે, પોલીસને લૂંટારૂ શખસોના કેટલાક સુરાગ મળ્યા છે. કરોડો રૂપિયાના હીરાની લૂંટ કર્યા બાદ તસ્કરો બે રિક્ષામાં રેલવે સ્ટેશન પહોચ્યા હતા. જેમાં એક રિક્ષામાં ત્રણ લૂંટારૂ શખસો અને બીજી રિક્ષામાં બે શખસો બેઠા હતા. લૂંટારૂઓના હાથમાં કટર મશીન પણ હતું. સુરત રેલવે સ્ટેશને રિક્ષામાંથી ઉતરીને તસ્કરો મુંબઈ અથવા રાજસ્થાન તરફ ફરાર થયા હોવાની આશંકા છે.

Advertisement

આ બનાવની વિગત એવી હતી કે, સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં મધરાતે 2 વાગ્યા આસપાસ તસ્કરો ત્રાટક્યા હતા. ભારેખમ તિજોરીને કટરથી કાપીને 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરી થતા સનસનાટી મચી ગઈ હતી. આ બનાવ બાદ પોલીસે રોડ પરના સીસીટીવીની તપાસ હાથ ધરી છે, જેમાં મહત્વના સુરાગ મળ્યા છે. હીરાની ચોરી કરવા માટે 5 શખસો બે રિક્ષા લઈને આવ્યા હતા. જેમાં એક રિક્ષામાં 3 અને બીજી રિક્ષામાં 2 ચોર અને ગેસકટર હતું. રવિવાર રાતેના બે વાગ્યાની આસપાસ ચોરી બાદ સુરત રેલવે સ્ટેશને રિક્ષામાંથી ઉતરીને તસ્કરો મુંબઈ અથવા રાજસ્થાન તરફ ફરાર થયા હોવાની આશંકા છે.

ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને 50 હજાર રૂપિયાનું નુક્સાન કર્યું હતું. તેમજ ઓળખ છતી ન થાય તે માટે સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ પણ નહોતો.  બિલ્ડિંગના મેઈન ગેટને પણ નાનકડું તાળુ મારેલું હતું. કપુરવાડી વિસ્તારમાં ઘણાં બધા હીરાના કારખાના છે, છતા અંદરના ભાગે બિલ્ડિંગમાં ચોથા માળે આવેલા આ કારખાનાને નિશાન બનાવવામાં આવતા જાણભેદુની સંડોવણીની શંકા છે. પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થતા કરોડો રૂપિયાની ચોરીની ઘટના બાદ સુરત સિટી પોલીસ તસ્કરોને પકડવા ચારે દિશામાં દોડતી થઈ છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના ફુટેજના આધારે શરૂ કરેલી તપાસમાં બે થી ત્રણ અજાણ્યા ચોરી કરવા રિક્ષામાં આવ્યા હોવાનું જણાયું છે. ફોરેન્સિક વિભાગે સ્થળ પરથી સિગારેટના ઠુંઠા, માવાની પડીકી પણ મળી આવી છે. તિજોરી પરથી બે થી ત્રણ વ્યકિતના ફિંગર પ્રિન્ટ પણ મળી આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement