ડાયમંડ લીગની ફાઇનલ: 87.86 મીટર ના બેસ્ટ થ્રો સાથે નિરજે હાંસલ કર્યુ બીજુ સ્થાન
07:00 PM Sep 15, 2024 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 87.86 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. તેણે આ સ્પર્ધામાં સતત બીજી વખત બીજું સ્થાન મેળવ્યું હતું. આ વખતે તે માત્ર એક સેન્ટિમીટરથી ટાઈટલ ચૂકી ગયો. સ્પર્ધાના વિજેતા એન્ડરસન પીટર્સે 87.87 મીટરનો થ્રો કર્યો હતો.
Advertisement
બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના પીટર્સે તેના પહેલા જ પ્રયાસમાં શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. જર્મનીના જુલિયન વેબર 85.97 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન ચોપરાએ ગયા મહિને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Advertisement
Advertisement
Next Article