દેવઉઠી એકાદશી એકાદશી : જીવનમાં સુખ-સમૃદ્ધિ જોઈએ તો આ ઉપાય જરૂર કરો
કહેવાય છે કે દેવઉઠી એકાદશીના દિવસે જે કોઈ તુલસી વિવાહનું આયોજન કરે છે, તેમના ઘરમાં જલ્દી જ લગ્નની શહેનાઈ વાગે છે અને પારિવારિક જીવન સુખ-શાંતિથી વિતાવે છે. તેથી આ દિવસે તુલસી વિવાહ કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસી અને શાલિગ્રામ ભગવાનના વિવાહ એ જ રીતે કરવા જોઈએ જેમ કે પુત્રીના લગ્ન કરવામાં આવે છે. તેથી જેમના ઘરે પુત્રી નથી તેઓ આ દિવસે તુલસી વિવાહ કરીને પુણ્ય રૂપે કન્યાદાનનો લાભ મેળવી શકે છે. તેમજ જેમની પુત્રીના લગ્નમાં કોઈ વિઘ્ન કે વિલંબ આવી રહ્યો હોય, તેઓ આ વિધિ કર્યા પછી જલ્દી જ સુયોગ્ય વર પ્રાપ્તિ કરે છે. વિધિ પૂર્ણ થયા પછી તુલસીનો છોડ અને શાલિગ્રામ કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાન આપવામાં આવે છે.
- દેવઉઠી એકાદશીના શુભ ઉપાય
જો તમે જીવનમાં સદૈવ સોભાગ્ય ઈચ્છો છો, તો આ દિવસે તુલસીના છોડ પર લાલ ચૂંદડી ચડાવો અને શ્રી વિષ્ણુને એકાંક્ષી નાળિયેર અર્પિત કરો.
જો તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા અને જીવનની ઊંચાઈઓને સ્પર્શવા માંગો છો, તો ભગવાન વિષ્ણુની પ્રતિમા અને તુલસીના છોડની પૂજા કરીને તે મંદિરમાં દાન કરો.
જીવનમાં સુખ અને આનંદ ઇચ્છતા હોય તો આ દિવસે ઘઉંનાં લોટમાં ખાંડ મિક્સ કરીને પંજીરી બનાવો. તેમાં કેળાના ટુકડા અને તુલસીના પાન ઉમેરો, ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરીને તેમને આ પ્રસાદનો ભોગ ધરાવો અને પછી પરિવાર સાથે વહેંચો.
નોકરીમાં સારી આવક ઇચ્છતા હોય તો આ દિવસે શ્રી વિષ્ણુને હળદરનું લગાવો અને તુલસીદળથી પૂજા કરો, પૂજા પછી હૃદયપૂર્વક પ્રાર્થના કરો.
જો લગ્નજીવનમાં તણાવ કે મુશ્કેલી ચાલી રહી હોય, તો દંપતિએ મળીને દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી શ્રી વિષ્ણુને અર્પિત કરવું જોઈએ અને મંદિર કે બગીચામાં તુલસીનો છોડ રોપવો જોઈએ.
જીવનમાં ઊર્જા જાળવવી હોય તો તુલસીના છોડની જડ પાસે પીળુ કપડુ રાખો અને તુલસીજીને મિશ્રીનો ભોગ લગાવો. બીજા દિવસે એ કપડુ બ્રાહ્મણને દાન કરો.
પુત્રીના લગ્નમાં વિલંબ કે અવરોધ આવી રહ્યો હોય તો આ દિવસે પાંચ તુલસીદળ પર હળદરનું તિલક લગાવી શ્રી હરીને અર્પિત કરો.
મનપસંદ જીવનસાથી મેળવવા માટે આ દિવસે “નમો ભગવતે નારાયણાય” મંત્રનો જાપ કરતા તુલસીના છોડમાં કેસર અને દૂધ મિશ્રિત પાણી અર્પિત કરો. ભગવાન વિષ્ણુને પણ કેસરમિશ્રિત દૂધનો ભોગ લગાવો.
આર્થિક સુખ-સમૃદ્ધિ માટે આ દિવસે તુલસીજીને ભોગરૂપે બતાંશે અર્પિત કરો અને ઘીનો દીવો પ્રગટાવો. પૂજા દરમિયાન થોડા સિક્કા અને કૌડિયા રાખો અને પૂજા બાદ તે તિજોરીમાં રાખી લો.
દાંપત્ય જીવનને સુખમય અને મીઠું બનાવવા માટે તુલસીજીને શ્રૃંગાર સામાન અર્પિત કરો અને પૂજા પછી તે સામાન કોઈ સુહાગન સ્ત્રીને ભેટ આપો.
જીવનમાં કોઈ સંકટ ન આવે તે માટે સાંજના સમયે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવો (ગાયના ઘીનો દીવો ઉત્તમ માનાય છે) અને તુલસીજીને નમન કરીને સારું જીવન માગો.
સંતાનના દાંપત્ય જીવનને સુખી બનાવવા માટે ભગવાન વિષ્ણુ અને તુલસીજીની વિધિપૂર્વક પૂજા કરો અને ભગવાનને ઈલાયચીનો જોડી અર્પિત કરો। પૂજા પછી એ ઈલાયચી સંતાનને પ્રસાદરૂપે આપો.