બેટ દ્વારકામાં 4 દિવસ બાદ મંદિર દર્શન માટે ખૂલ્લુ મુકાતા ભાવિકો ઉમટી પડ્યાં
- બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનને લીધે મંદિર દર્શન માટે બંધ કરાયુ હતું
- બેટ દ્વારકામાં ખાનગી વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો
- મંદિરના દ્વાર ખૂલતા ભાવિકોની દર્શન માટે લાઈનો લાગી
દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા બેટ દ્વારકામાં સમુદ્રકાંઠે વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. આથી છેલ્લા ચાર દિવસથી દબાણો હટાવવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને 260 જેટલા મકાનો જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા. આ મેગા ઓપરેશનને લીધે બેટ દ્વારકામાં ખાનગી વાહનો પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. તેમજ મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે આજે ખોલવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા.
બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનને ધ્યાને લઇ બેટ દ્વારકા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. સતત 4 દિવસથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. આજે બેટ દ્વારકા મંદિર ખૂલે તે પહેલા જ ભક્તોની ભીડ જામી હતી. આજે બેટ દ્વારકા મંદિરને ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા..આજે બેટ દ્વારકા મંદિર ખૂલે તે પહેલા જ ભક્તોની ભીડ જામી હતી.
પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા ખાતે કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.. જેમાં બેટ દ્વારકાના બાલાપર ગામે તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી ગેરકાયેસર બાંધકામો દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્રીજા દિવસે ઓખા ખાતે આવેલ જૂના ધાર્મિક સ્થળ પર બુલ ડોઝર ચાલ્યું હતું. જેમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી વહેલી સવારે ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી જમીન પરના ધાર્મિક સ્થળ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. જે જમીન ખુલ્લી કરવામાં આવી તેની અંદાજિત કિંમત 19 કરોડ રૂપિયાથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.