હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સ્ટેચ્યુ ઓફ યનિટીને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવા વિકાસના કામો હાથ ધરાશે

04:21 PM Aug 07, 2025 IST | Vinayak Barot
Advertisement

ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU એકતા નગરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પૂરતી નિવાસ સુવિધાઓના વિકાસની ચાલી રહેલી કામગીરીને વધુ ઝડપી અને આયોજનબદ્ધ કરવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની 6ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠકમાં આ અંગે ફળદાયી ચર્ચા પરામર્શ હાથ ધરવામાં આવ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ એ ગુજરાત સરકાર દ્વારા સોસાયટી ઓફ રજીસ્ટ્રેશન અધિનિયમ 1860 અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950  અન્વયે સ્થાપવામાં આવેલી એક સ્વાયત સંસ્થા છે. આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ રૂપે એક રાષ્ટ્રીય સ્મારક નેશનલ મેમોરિયલ વિકસાવવાનો તથા સરદાર સાહેબની યાદમાં વિવિધ જનહિત પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે.

Advertisement

આ હેતુસર મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને 10 સભ્યોની ગવર્નિંગ બોડી રચવામાં આવેલી છે આ બોડીમાં મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ ઉપરાંત નાણાં વિભાગ, શહેરી વિકાસ વિભાગ, વન-પર્યાવરણ વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. સહિતના વરિષ્ઠ સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, SOU પરિસરને વધુ પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બનાવવા SOU પાસેના ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ, વોક-વે, હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ તથા પ્રવેશદ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકવા સહિતના આયોજનોની વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર  અમિત અરોરાએ આ ગવર્નિંગ બોડીના બેઠકના કાર્ય એજન્ડાઓ તથા  SOUમાં હાથ ધરવામાં આવી રહેલા પ્રવાસન વિકાસ કામો સહિતના વિવિધ કામોની વિસ્તૃત વિગતો બેઠકમાં પ્રસ્તુત કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિભાવ અને જાળવણી માટે આવનારા દિવસોમાં ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવા માટેનું વ્યવસ્થા તંત્ર ઊભું કરવાની પણ બેઠકમાં વિચારણા થઈ હતી. મુખ્ય સચિવ  પંકજ જોશી, સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ  મુકેશ પુરી, નાણા વિભાગના અગ્ર સચિવ  ટી. નટરાજ, શહેરી વિકાસ અગ્ર સચિવ  થેન્નારસન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને માર્ગ-મકાન સચિવ  પ્રભાત પટેલીયા આ બેઠકમાં સહભાગી થયા હતા.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSmore facilities for touristsMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharstatue of unityTaja Samacharviral news
Advertisement
Next Article