વિકાસ સપ્તાહનો પ્રારંભ: 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' સાથે વિકસિત ભારતનો સંકલ્પ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાને 24 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ગુજરાતની વિકાસયાત્રામાં જનભાગીદારીને જોડવા માટે તા. 7 થી 15 ઓક્ટોબર સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણીનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ પંકજ જોષી તથા વરિષ્ઠ સચિવઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે આયોજિત સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લીધી હતી.
દેશ માટે સમર્પિત રહેવું અને સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરવો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન, વચન અને કર્મથી તત્પર રહેવું.જ્ઞાતિ, ધર્મ કે જાતિના ભેદભાવથી મુક્ત રહીને ભારતની એકતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ રહેવું. "હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી"ના મંત્ર થકી શ્રેષ્ઠ યોગદાન આપવું.દેશના સમૃદ્ધ વારસા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવું.વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત, નાગરિકો પણ આ પ્રતિજ્ઞા લઈ શકે તે માટે https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેના દ્વારા પ્રતિજ્ઞાનું સર્ટિફિકેટ પણ મેળવી શકાશે.