For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં મુખ્ય રસ્તા પર આવેલા 10 સર્કલોને બોર્ડ-નિગમોને સોંપી વિકાસ કરાશે

06:00 PM Jan 09, 2025 IST | revoi editor
ગાંધીનગરમાં મુખ્ય રસ્તા પર આવેલા 10 સર્કલોને બોર્ડ નિગમોને સોંપી વિકાસ કરાશે
Advertisement
  • સરકારી સંસ્થાના સહયોગથી સર્કલોનું બ્યુટિફિકેશન કરાશે
  • શહેરના 9 સર્કલનો મેટ્રો રેલના લીધે વિકાસ કરી શકાશે નહી
  • મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને સુંદર બનાવવા આયોજન કરાશે

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરને વધુ સંદર બનાવવા મ્યુનિ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર આવેલા સર્કલોના ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન માટે હવે સરકારી સંસ્થાઓ, બોર્ડ- નિગમોને પ્રાયોરિટી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી સંસ્થાઓ દ્વારા સર્કલ લેવાયા બાદ લાંબા સમય સુધી યોગ્ય જાળવણી થતી નહીં હોવાથી સરકારી સંસ્થાઓને પ્રાયોરિટી અપાશે.

Advertisement

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના 14 મુખ્ય માર્ગો પર કુલ 26 સર્કલો આવેલા છે. જેમાંથી 7 સર્કલોની જવાબદારી મ્યુનિ. કોર્પોરેશનને સોંપવામાં આવી છે. જ્યારે 9 સર્કલ મેટ્રો રેલના રૂટમાં આવતા હોવાથી તેનું ડેવલપમેન્ટ હાલ શક્ય બની શકે તેમ નથી. બાકીના 10 સર્કલોના ડેવલપમેન્ટ માટે સરકારી સંસ્થાઓ, બોર્ડ- નિગમો, એજન્સીઓને સોંપવામાં આવશે. ખાનગી કંપનીઓને સર્કલો સોંપ્યા બાદ તેની શરૂઆતમાં સારૂ કામ થાય છે પરંતુ લાંબા સમય સુધી જાળવણી થઇ શકતી નથી. કંપનીઓ પર ખાસ નિયંત્રણ પણ રહેતું નથી. બીજી તરફ સરકારી સંસ્થાઓ દ્વારા સર્કલ લેવામાં આવે તો સરકારની વિવિધ યોજનાઓની થીમ પર સર્કલનું ડેવલપમેન્ટ થઇ શકે અને સરકારી વિભાગ હોવાથી સંકલનથી કામગીરી પણ થઇ શકે. જેથી સરકારી સંસ્થાઓને સર્કલો સોંપવાનું વિચારાઇ રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગાંધીનગર શહેરના 10 સર્કલોને ડેવલપ કરવા માટે બોર્ડ-નિગમોને સોંપાશે. અને સર્કલોના બ્યુટિફિકેશન માટે મ્યુનિ.કોર્પોરેશન મદદ કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement