ચહેરા ઉપર નેચરલ ગ્લો મેળવવા માટે દરરોજ પીવુ જોઈએ ડિટોક્સ ડ્રીંક
સામાન્ય રીતે મહિલાઓ ચહેરા પર નેચરલ ગ્લો મેળવવા માટે સેલૂનમાં જઈને મોંઘા ફેશિયલ ટ્રીટમેન્ટ લેતી હોય છે. પરંતુ જો તમે પણ આ કરવાચૌથની સાંજે ખીલેલોં અને તેજસ્વી ચહેરો ઈચ્છો છો, તો હવે તમને ન તો પાર્લર જવાની જરૂર છે અને ન તો પૈસા ખર્ચવાની. માત્ર એક નેચરલ ડ્રિંકથી તમે ચહેરા પર નેચરલ ગ્લો મેળવી શકો છો.
- ડિટૉક્સ ડ્રિંક આપશે ગ્લોવિંગ સ્કિન
ગ્લોવિંગ સ્કિન મેળવવા માટે ડિટૉક્સ ડ્રિંકને તમારા દૈનિક રૂટીનમાં સામેલ કરો. આ ડ્રિંક શરીરમાંથી ટૉક્સિન દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ તત્વો સ્કિનમાંથી પિગ્મેન્ટેશન, ડાર્ક સ્પૉટ્સ અને એક્ને દૂર કરવામાં પણ અસરકારક સાબિત થાય છે.
- કેવી રીતે બનાવવી ડિટૉક્સ ડ્રિંક
આ નેચરલ ડ્રિંક તૈયાર કરવા માટે એક લીટર પાણી લો અને તેને કાચની બોટલ કે જગમાં ભરો. જે બાદ 3 થી 4 કાકડીના ટીકડા, 2 થી 3 બીટના પાતળા સ્લાઇસ, 3 થી 4 લીંબુના કટકા, એક નાનું દાલચીનીનું ટુકડું અને અડધુ ઈંચ કાપેલુ આદુ ઉમેદવું જોઈએ. આ મિશ્રણને દિવસ દરમિયાન થોડું-થોડું કરીને પીતા રહો. જો તમે તેને દરરોજ તૈયાર કરીને પીશો, તો માત્ર 6 દિવસમાં જ તમારો ચહેરો દર્પણ જેવો ચમકતો થઈ જશે..
- નારિયેળનું પાણી પણ અસરકારક
નારિયેળનું પાણી પણ સ્કિનને નેચરલ ગ્લો આપવા માટે એક ઉત્તમ ડ્રિંક છે. તેમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ તત્વો સ્કિનને અંદરથી અને બહારથી હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. નારિયેળના પાણીમાં વિટામિન C પણ હોય છે, જે કોલેજન પ્રોડક્શન વધારવામાં મદદરૂપ બને છે. રોજ એક ગ્લાસ નારિયેળનું પાણી પીવાથી સ્કિન હાઈડ્રેટ રહે છે, ઈન્ફ્લેમેશન ઘટે છે અને ચહેરા પર કુદરતી તેજ આવેછે.